પતિ-પત્ની વચ્ચે મનભેદ વધતા હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ.
શાંતિલાલ અને રૂપલના લગ્ન જીવના 20 વર્ષ થયા હતા, તેઓને સંતાન પણ છે. શાતિલાલ રિક્ષા ચલાવતા હતા જયારે રૂપલ ભરતવર્કનુ કામ કરે છે. પતિ-પત્ની વચ્ચે મનભેદ વધતા હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. શાહઆલમના શાબીરહુસેન અને ફૈઝયુદિન ધંધાકીય પરિચયમા હતા. જેથી રૂપલે બન્નેનો સંપર્ક કરીને હત્યા કરવા માટે રૂ.4 લાખની સોપારી આપી હતી.
અમદાવાદ: શહેરના એલિસબ્રિજમાં રિક્ષા ચાલકની હત્યા (Murder) નો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ રૂ. 4 લાખની સોપારી આપીને હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઝોન 7 ડીસીપી બી.યુ. જાડેજાની એલસીબીની ટીમે (Ahmedabad LCB Police) મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. 20 વર્ષના લગ્ન જીવનનો કરૂણ અંજામ આપવામાં પત્નીએ જ પતિની હત્યા કરાવી હતી જે વિશે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
શહેરમાંએક રિક્ષા ચાલકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ 200થી વધુ સીસીટીવી કેમેરાએ ઉકેલ્યો છે. શંકાસ્પદ રિક્ષા ચાલકના ફુટેજથી આરોપીની કડી મળતી ગઈ અને પોલીસની ટીમ મૃતકની પત્ની સહિત 6 આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસ કસ્ટડીમા આવેલા આરોપી સાબીરહુસેન અંસારી, ફયાજુદ્દિન ઉર્ફે ફૈઝુ શેખ, મોહમંદ ઈમ્તિયાઝ, શાહરૂખાન પઠાણ, મોહમંદ શકીલ ઉર્ફે લખપતિ અંસારીએ રિક્ષા ચાલક શાંતિલાલ ધંધુકીયાની હત્યા કરી હતી. આ હત્યા રિક્ષા ચાલકની પત્ની રૂપલે કરાવી હોવાનું સામે આવ્યું છે. ઘટના એવી છે કે ઈસનપુરમા નવંરગ સોસાયટીમા રહેતા રિક્ષા ચાલક શાંતીલાલ ઘર નજીકથી મુસાફર લઈને પાલડી આવ્યા હતા. ત્યારે રિક્ષામા આવેલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.
રિક્ષા ચાલકની હત્યા પાછળ અનૈતિક સંબંધ, પૈસાની લેતી-દેતી કે રિક્ષા ચાલકો વચ્ચે હરીફાઈ હોવાથી આશંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. 200થી વધુ સીસીટીવી કેમેરાને ચેક કર્યા બાદ હત્યામા વપરાયેલી રિક્ષા પોલીસને મળી હતી. અને ત્યાર બાદ ધીમે ધીમે તમામ કડીઓ ખુલી હતી. આ હત્યા પાછળ મૃતક શાંતીલાલની પત્ની રૂપલની સંડોવણી ખુલી છે. રૂ. 4 લાખની સોપારી આપીને આ હત્યા કરાવી હોવાનુ સામે આવ્યુ હોવાનું ડીસીપી બી.યુ. જાડેજા અને એલસીબી પીએસઆઇ જે બી પરમારે જણાવ્યું છે.
શાંતિલાલ અને રૂપલના લગ્ન જીવના 20 વર્ષ થયા હતા, તેઓને સંતાન પણ છે. શાતિલાલ રિક્ષા ચલાવતા હતા જયારે રૂપલ ભરતવર્કનુ કામ કરે છે. પતિ-પત્ની વચ્ચે મનભેદ વધતા હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. શાહઆલમના શાબીરહુસેન અને ફૈઝયુદિન ધંધાકીય પરિચયમા હતા. જેથી રૂપલે બન્નેનો સંપર્ક કરીને હત્યા કરવા માટે રૂ.4 લાખની સોપારી આપી હતી. રૂપલે પતિના લોકેશનની તમામ માહિતી આરોપીને આપી હતી. આરોપીએ છેલ્લા બે માસથી હત્યાનુ ષડંયત્ર રચ્યુ હતુ અને 10થી વધુ વખત હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હત્યાનુ કારણ એવુ સામે આવ્યુ કે આરોપી મહિલાને તેનો પતિ સેકસયુઅલ અને માનિસક હેરાન કરતો હતો. પતિની વિકૃતાઈથી કંટાળીને રૂપલે હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. સાબીરહુસેનના રૂ.2 લાખમાં સોપારીના આપી હતી. અને હત્યા પછી બીજા 2 લાખ આપવાનુ નકકી કર્યુ હતુ. સાબીરહુસેનએ સોપારી લઈને અન્ય આરોપીની સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો.
ઝોન 7 એલસીબી સ્ક્વોડ એ હત્યાનો ભેદ ઉકેલીને મહિલા સહિત 6 આરોપીની ઘરપકડ કરી છે. જયારે અલ્તમસ નામનો આરોપી વોન્ટેડ છે.. જેથી પોલીસની ટીમે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે..પકડાયેલા એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે જે બળાત્કાર ના ગુનામાં અગાઉ ઝડપાયો હતો.અને પેરોલ જમ્પ પણ હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર