Home /News /ahmedabad /Ahmedabad : છ માસની દીકરીનો વિચાર પણ ન કર્યો, પરિણીતાએ જીવન ટુંકાવ્યું, શું હતુ કારણ?
Ahmedabad : છ માસની દીકરીનો વિચાર પણ ન કર્યો, પરિણીતાએ જીવન ટુંકાવ્યું, શું હતુ કારણ?
અમદાવાદ અમરાઈવાડી આત્મહત્યા કેસ
અમદાવાદ (Ahmedabad) ના અમરાઈવાડી (amraiwadi) વિસ્તારમાં મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી બે લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી.
અમદાવાદ : શહેરમાં એક જ દિવસમાં આત્મહત્યા (Suicide) માટે દુષ્પ્રેરણાની બે ફરિયાદ દાખલ થઈ છે. વેજલપુર (Vejalpur) બાદ અમરાઈવાડીમાં પણ આ પ્રકાર ની ફરિયાદ દાખલ થઈ છે. અમરાઈવાડી (amraiwadi) વિસ્તારમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.
રાજસ્થાન બુંદી કોટા શહેર ખાતે રહેતા લીલાબેન વાઘેલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ત્રણેક વર્ષ પહેલા તેમની દિકરીના લગ્નની અમરાઈવાડી ખાતે રહેતા સંપત વાઘેલા સાથે કર્યા હતા. જો કે લગ્નના છ એક મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખી હતી બાદમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. છેલ્લા બે વર્ષથી તેમની દીકરી અને જમાઈ રાજસ્થાન તેમની નજીકમાં રહેવા માટે આવ્યા હતા. તેમનો જમાઈ થાય તેની માતાનું ઉપરાણું લઇને દીકરી સાથે વારંવાર બોલાચાલી કરતો હતો.
વીસેક દિવસ પહેલા તેમની દિકરી અને જમાઈ રાજસ્થાનથી માણસા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક કામથી આવ્યા હતા. બાદ માં તેઓ અમરાઈવાડી તેમના મકાન ખાતે આવ્યા હતા. જોકે ફરિયાદીને પણ આ બાબતની જાણ થતાં તેઓ તેમને દીયરના ત્યાં અમરાઈવાડી આવ્યા હતા. ૧૧મી એપ્રિલે રાત ના બારેક વાગ્યા ની આસપાસ ફરિયાદી ને જાણ થઈ હતી કે તેમની દીકરી એ ગળેફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી છે. જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જે અંગે ની જાણ પોલીસ ને કરતા પોલીસ એ હાલ માં ફરિયાદ દાખલ કરી ને વધુ તપાસ શરુ કરી છે.
જો કે આ સિવાય પણ શહેર ના વેજલપુર વિસ્તાર માં લોન ની ઉઘરાણી થી કંટાળીને આધેડ એ આત્મહત્યા કરી છે. જે મામલે વેજલપુર પોલીસ એ બે લોકો વિરૃદ્ધ માં ગુનો દાખલ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.