શિક્ષણમંત્રી જિતુ વાઘાણી દ્વારા 17 માર્ચે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણી (Education Minister Jitu Waghani) દ્વારા 17 માર્ચે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. પ્રથમ તબક્કે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે.
અમદાવાદ: ગત માર્ચમાં શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા મોટા ઉપાડે જાહેરાત તો કરાઈ પણ અમલ કરવામાં નહીં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અને હવે એ જાહેરાતના અમલીકરણમાં વિલંબ સર્જાય તો નવાઈ નહીં. શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતા (Shrimad Bhagwat Geeta)માં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત બાદ પુસ્તકમાં ક્યાંય શ્રીમદ્ ભગવદ્ ગીતા (Shrimad Bhagwat Geeta)નો સમાવેશ કરાયો નથી.
શિક્ષણમંત્રી જિતુ વાઘાણી (Education Minister Jitu Waghani) દ્વારા 17 માર્ચે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. પ્રથમ તબક્કે "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની જાહેરાત પોકળ સાબિત થઈ છે. શૈક્ષણિક વર્ષ 2022-23 થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત પણ જાહેરાતમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પુસ્તકમાં ક્યાંય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનાં મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું કે, ધોરણ 6 નાં પુસ્તકમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ક્યાંય ઉલ્લેખ નથી, અભ્યાસક્રમમાં કોઈ ઉમેરો નથી કરાયો, અલગથી પણ કોઈ પુસ્તક વિશે માહિતી નથી અપાઈ. શિક્ષણ વિભાગે નવા સત્રથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી હતી પણ એની કોઈ માહિતી પણ અપાઈ નથી.
મહત્ત્વનું છે કે ધોરણ 1 થી 8ના પુસ્તકો તો છપાઈ ગયા છે પરંતુ આયોજનના અભાવે ધોરણ 6 થી 12ના પુસ્તકમાં ક્યાંય ભગવત ગીતાનો પાઠ નહીં છપાતા આ મુદ્દો હાલ વિવાદનું કેન્દ્ર બન્યો છે. જો કે એ મુદ્દે ક્યાં કચાશ રહી ગઈ તે મુદ્દે તપાસ થવી જરૂરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર