Home /News /ahmedabad /Gujarat Assembly Elections: પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું ચૂંટણીનું માઈક્રો પ્લાનિગ

Gujarat Assembly Elections: પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું ચૂંટણીનું માઈક્રો પ્લાનિગ

ડો. પ્રદ્યુમન વાજા દ્વારા દરેક વિધાનસભામાં અનુસૂચિત જાતિનાં મતદારોનું હાર જીત ઉપરનું પ્રભુત્વ સમજાવ્યું હતું.

આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થનારા વસ્તી સંપર્ક અભિયાન 25  સપ્ટેમ્બરે યોજાનાર નારી શક્તિ વંદના કાર્યક્રમ તથા આવનારા ચૂંટણીલક્ષી કયક્રમોની વિસ્તૃત માહિતી આપી અને બુથ પ્રહરીની યાદી ઉપર ભાર મૂકીને 182 સંયોજકોને 182 વિધાનસભા જીતવા માટે હાકલ કરી હતી.

વધુ જુઓ ...
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના વિધાનસભાના સંયોજકોની બેઠક યોજાઇ હતી. આ બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અનુ.જાતિ મોર્ચાના પ્રમુખ ડો. પ્રદ્યુમનભાઇ વાજાની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય અનુ. જાતિ મોર્ચાના કોષાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી સૂરજ કેરોજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં મહામંત્રીઓ વિક્રમભાઈ ચૌહાણ અને ગૌતમ ગેડીયા અને પ્રદેશ મોર્ચાની ટીમ અને વિધાનસભાના સંયોજક ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રદેશ સંગઠનમહામંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીને લઇ કાર્યકરોને સજ્જ કર્યા તેમજ વિશેષ કામગીરી અંગે માહિતીગાર કરી માર્ગદર્શન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોને ભવ્ય બહુમત સાથે જીતાવા માર્ગદર્શન આપ્યું તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિઘ યોજનાની માહિતી વધુમાં વધુ લોકો સુઘી પહોંચાડવા સુચન કર્યુ હતું.

આ બેઠકમાં રાષ્ટ્રીય અનુ જાતિ મોર્ચાના કોષાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી સૂરજ કેરોજી અનુ.જાતિ મોરચાના કાર્યકરોને આગમી કાર્યક્રમ થકી જન જન સુધી કેવી રીતે પહોંચવું તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોરચાના કાર્યકરો કેવી રીતે મહત્વની ભૂમિકા નિભાવે તે અંગે વિસ્તૃત મહિતી સાથે કાર્યકરોમાં નવ ઉર્જાનો સંચાર કર્યો હતો.

આ પણ વાંચો- જાણો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર કમો પુરસ્કારરૂપે મળેલી રકમનું શું કરે છે?

આ બેઠકમાં અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો. પ્રદ્યુમન વાજાએ કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થવા જણાવ્યું. અનુ.જાતિ મોરચાના આગામી કાર્યક્રમો થકી જન જન સુઘી કેવી રીતે પહોંચવું તેમજ મોરચાના આગામી કાર્યક્રમની રૂપરેખા જણાવી ચૂંટણીમાં અનુ.જાતિ મોરચો કેવી રીતે વધુમાં વધુ યોગદાન આપે તે અંગે માહિતી આપી. આવનાર કાર્યક્રમો અંગે તેમણે માહિતી આપતા જણાવ્યું કે, આવનારા દિવસો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના કર્મનિષ્ઠ પ્રઘાનસેવકશ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના જન્મદિવસથી શરૂ થનારા વસ્તી સંપર્ક અભિયાન, 25  સપ્ટેમ્બરે યોજાનાર નારી શક્તિ વંદના કાર્યક્રમ તથા આવનારા ચૂંટણીલક્ષી કયક્રમોની વિસ્તૃત માહિતી આપી અને બુથ પ્રહરીની યાદી ઉપર ભાર મૂકીને 182 સંયોજકોને 182 વિધાનસભા જીતવા માટે હાંકલ કરી હતી.

આ પણ વાંચો- મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારના 4 લોકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત 

ડો. પ્રદ્યુમન વાજા દ્વારા દરેક વિધાનસભામાં અનુસૂચિત જાતિનાં મતદારોનું હાર જીત ઉપરનું પ્રભુત્વ સમજાવ્યું હતું. તથા આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થનારા વસ્તી સંપર્ક અભિયાન 25  સપ્ટેમ્બરે યોજાનાર નારી શક્તિ વંદના કાર્યક્રમ તથા આવનારા ચૂંટણીલક્ષી કયક્રમોની વિસ્તૃત માહિતી આપી અને બુથ પ્રહરીની યાદી ઉપર ભાર મૂકીને 182 સંયોજકોને 182 વિધાનસભા જીતવા માટે હાકલ કરી હતી.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Bjp gujarat, Gujarati news, અમદાવાદ, ગુજરાત