Home /News /ahmedabad /

અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પુત્રની ધરપકડ, વેપારીને આપી મારી નાંખવાની ધમકી

અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પુત્રની ધરપકડ, વેપારીને આપી મારી નાંખવાની ધમકી

વેપારીએ પૈસાની લેતી દેતી પૂરી પૂરી થઈ ચૂકી હોવાનું જણાવતા ગિરિરાજસિંહ વેપારીના ઘરે પહોંચી પૈસાની ઉઘરાણી કરી હતી.

ભાજપ સરકારે વ્યાજખોરોને ડામવા કડક કાયદા બનાવ્યા હતા. તે જ પાર્ટીના કોર્પોરેટરનાં પુત્ર વ્યાજખોરીનાં ધંધામાં ઉઘરાણી કરી વેપારીને પરેશાન કરી રહ્યા છે. અને રાજકિય ઓળખાણની ધમકી આપે છે.

અમદાવાદ (Ahmedabad)ના નિકોલ (Nikol) વિસ્તારમાં વ્યાજની પઠાણી ઉઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. વિરાટનગર (Viratnagar) વિસ્તારનાં ભાજપના કોર્પોરેટર રાજુ દવે (BJP corporator Raju Dave)નાં પુત્ર અંકિત દવે અને અન્ય એક વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રાજકારણીની ઓળખાણ બતાવી વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં એક વેપારીએ વિરાટનગર ભાજપના કોર્પોરેટર રાજુભાઈ દવેનાં પુત્ર અંકિત દવે અને ગિરિરાજસિંહ નામનાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી છે. વિશાલ સુથાર નામના વ્યક્તિએ ચાર વર્ષ પહેલાં ધંધા માટે તેના મિત્ર ગિરિરાજસિંહ ઝાલા અને અંકિત દવે પાસેથી 10 ટકાના વ્યાજે 6 લાખ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સિક્યુરિટી પેટે વિશાલભાઈ એ ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. જોકે વેપારીએ 30 જૂન 2020 સુધી વ્યાજ સાથે 6.50 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. આમ છતાં થોડા દિવસો પહેલા ગિરિરાજસિંહે વેપારીને મેસેજ કર્યો કે તેના અલગ-અલગ મહિનાનાં વ્યાજની 15 લાખથી વધુની રકમ બાકી છે તે આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાએ એક્સિલેટર દબાવ્યું, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

વેપારીએ પૈસાની લેતી દેતી પૂરી પૂરી થઈ ચૂકી હોવાનું જણાવતા ગિરિરાજસિંહ વેપારીના ઘરે પહોંચી પૈસાની ઉઘરાણી કરી હતી. અને મારે મારા ભાગીદાર અંકિત દવેને પણ હિસાબ આપવાનો છે અને અંકિત દવેએ મને આપના ઘરે મોકલ્યો છે. તમે મને અને અંકિતને ઓળખતા નથી ભાજપના તમામ નેતાઓ એમને ઓળખે છે અને તમે અમારા પર કેસ કરીશું તો એક બે મહિનામાં નિકાલ કરી નાખશું તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ગિરિરાજસિંહ વેપારીના પત્નીને પણ ધમકી આપી હતી કે, જે વિશાલે ચેક આપ્યા છે તે રાજકોટ અને અમદાવાદની બેંકોમાં બાઉન્સ કરાવશે અને કોર્ટના ધક્કા ખવડાવશે. જે બાદ વેપારીએ તેના ચેકનું એક પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું જ્યારે 9 લાખ ત્રીસ હજારનો એક ચેક બાઉન્સ કરાવ્યો હતો.

આ પણ વાંચો- રાજકોટમાં પોલીસના ત્રાસથી કંટાળી યુવકે કમિશનર કચેરીમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો

હાલતો નિકોલ પોલીસે વેપારીની ફરિયાદને આધારે અંકિત દવે અને ગિરિરાજસિંહ પર ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ પણ થાય છે કે ભાજપ સરકારે વ્યાજખોરોને ડામવા કડક કાયદા બનાવ્યા હતા. તે જ પાર્ટીના કોર્પોરેટરનાં પુત્ર વ્યાજખોરીનાં ધંધામાં ઉઘરાણી કરી વેપારીને પરેશાન કરી રહ્યા છે. અને રાજકિય ઓળખાણની ધમકી આપે છે. ત્યારે સવાલ એ થાય કે શુ રાજકીય ઓળખાણ ધરાવતા આરોપીને કાયદો તોડવાની છુટ મળી જાય છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad police, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन