Home /News /ahmedabad /Ahmedabad : ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ભાઇ-બહેનની જોડીએ ધૂમ મચાવી

Ahmedabad : ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ભાઇ-બહેનની જોડીએ ધૂમ મચાવી

X
કોઈ

કોઈ પણ કામ નાનું નથી અને ધંધો એ ધંધો છે

ગુજરાત યુનિવર્સિટીમાં એમ.કોમમાં રેન્કર ચાર્મી શાહ અને કોમર્સમાં સ્નાતક આગમ શાહે પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે અને ચાટ ફૂડ અને હાઈજેનિક પાણીપુરી બનાવીને લોકોને ઘરનો સ્વાદ આપી રહ્યાં છે.

Parth Patel, Ahmedabad : શું તમે હોમમેડ હાઈજેનિક પાણીપુરી અને બાસ્કેટ ચાટનો ટેસ્ટ કર્યો છે ખરો? પરંતુ તમને નવાઈ લાગશે કે, આ હાઈજેનિક પાણીપુરી, બાસ્કેટ ચાટ, દહીંપુરી જેવી વાનગીનો સ્વાદ આપણને ઘર જેવો જ જોઈતો હોય તો અમદાવાદના સાઉથ બોપલમાં ગણેશ ચાટ હાઉસની શરૂઆત એક ભાઈ-બહેને સાથે મળીને કરી છે. ચાલો આજે આપણે વાત કરીએ બાસ્કેટ ચાટ અને પાણીપુરીની.

આગમ MBA ડ્રોપઆઉટ અને ચાર્મી ગુજરાત યુનિવર્સિટીની 4થી રેન્કર છે

ભાઈ-બહેનની જોડી અત્યારે હાલમાં ચાટ ફૂડ અને હાઈજેનિક પાણીપુરી બનાવીને લોકોને ઘરનો સ્વાદ આપી રહી છે. જેમાં આગમ શાહ MBA ડ્રોપઆઉટ છે. જ્યારે ચાર્મી શાહે M.com કર્યું છે અને સાથે ગુજરાત યુનિવર્સિટીની 4થી રેન્કર છે. આ સાથે ચાર્મી તેની માતા માટે નર્સ પણ છે. ત્રણ વર્ષ પહેલા જ્યારે તેની માતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને લકવો થયો ત્યારથી તે સેવા કરી રહી છે.

કોઈ પણ કામ નાનું નથી અને ધંધો એ ધંધો છે

ચાર્મી શાહે જણાવ્યું હતું કે, મેં H.A. કોમર્સ કોલેજમાંથી M.com કર્યું છે. આ સાથે ગુજરાત યુનિવર્સિટીની 4 થી રેન્કર છું. એક દિવસ હું અને મારો ભાઈ કંઈક નવો ધંધો કરવાની ચર્ચા કરી રહ્યા હતા. જેનાથી લોકોમાં અમારી ખ્યાતિ ફેલાય અને પોતાની બ્રાન્ડ બનાવવામાં ઉપયોગી થાય. ત્યારે તે વાતચીતમાંથી વાસ્તવિક વિચારનો જન્મ થયો. લોકો મને વારંવાર પૂછે છે કે જો મારે ચાટ વેચવાનો બિઝનેસ કરવો જ હતો, તો પછી આટલો અભ્યાસ કરવાનો શું અર્થ છે. પરંતુ હું માનું છું કે કોઈ પણ કામ નાનું નથી અને ધંધો એ ધંધો છે. મારો ભાઈ ફૂડી છે અને હું ઝડપી લર્નર છું. તેથી અમે બંનેએ ફૂડનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. અત્યારે હાલમાં અમારી પાસે ઘણી બધી વેરાયટીમાં ચાટ ફૂડ ઉપલબ્ધ છે. આ ચાટ ફૂડમાં દહીંપુરી, સેવપુરી, ભેળ, બાસ્કેટ ચાટ, દહીં પાપડી ચાટ, બુંદી ચાટ, દહીં બુંદી, પાણીપુરી જેવી વાનગીઓ બનાવીએ છીએ.

આત્મનિર્ભર બની લોકોને પણ આત્મનિર્ભર બનાવવાનો હેતુ

આગમ શાહે જણાવ્યું હતું કે, મેં કોમર્સમાં સ્નાતક કર્યું છે અને અત્યારે MBA નો અભ્યાસ ડ્રોપઆઉટ કર્યો છે. મને પહેલાથી જ સ્વાદિષ્ટ ભોજન બનાવવાનો શોખ છે. તેથી મેં મારા શોખને આગળ વધારવાનું વિચારતો હતો. ત્યારે એકવાર મારી બહેન સાથે મળીને પોતાની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું. અંતે અમે બંનેએ સાથે મળીને ગણેશ ચાટ હાઉસ નામે બિઝનેસ શરૂ કર્યો. મને MBA નો અભ્યાસ થોડો અઘરો લાગતો હતો અને સાથે એક પોતાની બ્રાન્ડ બનાવવાની ઈચ્છા હતી. તેથી મેં તેને છોડી દેવાનું નક્કી કર્યું. ચાલુ અભ્યાસ છોડ્યા બાદ મેં ખાનગી ફૂડ કંપનીઓમાં અનુભવ લીધા પછી પોતાના ધંધાના ફૂડ માટે યોગ્ય રીસર્ચ અને એનાલિસીસ કર્યું. છેલ્લે મેં મારા પરિવારના સમર્થનથી ગણેશ ચાટ હાઉસની શરૂઆત કરી. આ ચાટ ફૂડ શરૂ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે, મને પહેલેથી ફૂડનો બિઝનેસ કરવામાં રસ હતો. આ સાથે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પોતે આત્મનિર્ભર બની લોકોને પણ આત્મનિર્ભર બનાવવાનો છે. અત્યારે હાલમાં અમારી પાણીપુરી, બાસ્કેટ ચાટ અને દહીંપુરી લોકોને સૌથી વધારે પસંદ છે.

સ્વાદનું આ છે રહસ્ય, આટલો છે ભાવ

આનું મુખ્ય કારણ એ છે કે, હાઈજેનિક પાણીપુરીની સાથે ગ્રીન ચટણી, ખજૂર ચટણી, આંબલી ચટણી નાખવામાં આવે છે. આ સાથે લીબુંનો રસ અને ચાટ મસાલો ઉમેરવામાં આવે છે. જે અનોખો સ્વાદ આપે છે. જેની કિંમત 20 થી 60 રૂપિયા સુધીની છે. અત્યારે હાલમાં અમારે ત્યાં બાસ્કેટ ચાટ, બુંદી ચાટ, દહીંપુરી, સેવપુરી, પાણીપુરીનો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે.

જો તમારે પણ આ બાસ્કેટ ચાટ અને પાણીપુરીની મજા માણવી હોય પરિવાર સાથે આ સ્ટોલની મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ કરી શકો છો. સરનામું : ગણેશ ચાટ હાઉસ, નોર્થ વ્યૂ હાઇટ્સ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે, શેલા-વીઆઈપી રોડ, સાઉથ ઘુમા, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmadabad City, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો