વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરા બા ને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરા બા ને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનાં બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને "પૂજ્ય હીરાબા માર્ગ" નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા (PM Modi's mother Hira Ba) સતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત (PM Modi Gujarat Visit)ની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે આ દિવસે વડનગર (Vadnagar) ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના નથી પરંતુ સવારે તેઓ ચોક્કસ માતા હીરા બા ના ચરણસ્પર્શ કરવા તેમના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસસ્થાને જશે.
18-06-1923 ના દિવસે જન્મેલા હીરાબા શતાયુ વર્ષમા પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી સતાયુ પ્રવેશ નિમિત્તે વડનગર ખાતે સુંદરકાંડ, શિવ આરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડના પાઠ કેતનભાઇ થામલે શિવ આરાધના અનુરાધા પોડવાલ, ભક્તિ ભજન જીતુભાઈ રાવલ, લોક હાસ્ય ગુણવંતભાઈ ચુડાસમા, સંગીત નિયોજક પંકજભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે સાડા સાત કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર વડનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના નથી તેમના પરિવારજનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતુશ્રી હીરાબાને ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવશે ત્યારબાદ તેઓ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના દર્શન માટે આગળ વધશે. વિરાસત વન, વડોદરામા જનસભાને સંબોધન કરશે અને ત્યાંથી સીધા દિલ્હી જવા રવાના થઇ જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરા બા ને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનાં બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને "પૂજ્ય હીરાબા માર્ગ" નામકરણ કરવાનું નક્કી કરાયુ છે. આ મુદ્દે આજે ગાંધીનગરના મેયર હીતેશ મકવાણા દ્વારા વિધીવત જાહેરાત કરવામા આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર