વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થઈ જશેઃસીએમ વિજય રૂપાણી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થઈ જશેઃસીએમ વિજય રૂપાણી
અમદાવાદઃવિધાનસભાની ચૂંટણીઓ પહેલા અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે તેવો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો. અમદાવાદીઓનું મેટ્રો રેલનું સપનું આખરે સાકાર થવા જઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરાશે. આજે સીએમ રૂપાણીએ વસ્ત્રાલમાં મેટ્રો રેલના કામનું નિરીક્ષણ કર્યું હતું.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃવિધાનસભાની ચૂંટણીઓ પહેલા અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે તેવો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો. અમદાવાદીઓનું મેટ્રો રેલનું સપનું આખરે સાકાર થવા જઈ રહ્યું છે જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરાશે. આજે સીએમ રૂપાણીએ વસ્ત્રાલમાં મેટ્રો રેલના કામનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદના વસ્ત્રાલમાં 6.5 કિમિ લાંબા મેટ્રો રેલના પહેલા તબક્કાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. રૂ.10700 કરોડના ખર્ચે અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ થશે. વર્ષ 2019-20 માં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાના લક્ષ્યાંક સાથે કામ ચાલી રહ્યું છે. અમદાવાદીઓને આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં 6.5 કિમિ લાંબા રૂટ પર મેટ્રો દોડતી જોવા મળશે. ઘી કાંટા ગામમાં અંડર ગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો દોડશે.
વિધાનસભાનું બજેટસત્ર પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન દ્વારા તમામ મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. તે જ અંતર્ગત મેટ્રો રેલની કામગીરીની સમીક્ષા થઈ હતી. સરકાર દ્વારા આંતરિક સુરક્ષા તેમજ રેલ ની સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. યુપીએ સરકારે કરેલા અન્યાયના કારણે અમદાવાદમાં મેટ્રો મોડી દોડશે તેવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સાથેજ સુરત મેટ્રોના ડીપીઆર નું કામ પણ આ વર્ષે પૂર્ણ થઈ જતા તેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
રાજ્ય સરકાર જે પ્રમાણે એક પછી એક પ્રોજેક્ટો પૂર્ણ કરીને ઉદ્ઘાટન કરી રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે  ચૂંટણીઓ પહેલા સરકાર વિકાસ કાર્યો ના નામે મતો મેળવવા તૈયારી કરી રહી છે.
સીએમ વિજય રૂપાણીનું નિવેદન મેટ્રો રેલનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અમદાવાદની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે 32 મેટ્રો માટે જમીન અધિગ્રહણનું કામ પૂર્ણ થવાને આરે છે મે 2014 બાદથી ગુજરાતની પેન્ડિંગ મંજૂરીઓ ઝડપથી મળી રહી છે રેલવે ટ્રેક સાથે રેલવે જમીનનો ઉપયોગ કરી પેરેલર કામ થશે પીએમ નરેન્દ્ર મોદીએ આ અંગે પરવાનગી આપી છે અન્ય રાજ્યો કરતાં ગુજરાત આ રીતે અલગ છે એ ગુજરાતની સફળતા છે 2017 સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં વસ્ત્રાલથી મેટ્રોનું કામકાજ કાંકરિયા ફસ્ટ ટ્રેકનું કામ શરૂ થશે ફ્રાન્સ અને જાપાનની કંપનીઓ સાથે મેટ્રો રેલ પ્રોજેક્ટ ટાઇ અપ આંતરિક સુરક્ષાને લઇને પણ મેટ્રો પ્રોજેક્ટમાં ધ્યાન રખાયું છે સુરતનો DPR આ મહિનામાં તૈયાર થશે ત્યાર બાદ આગળની કામગીરી આગળ વધશે સીએમ બન્યા બાદ તમામ મહત્વના પ્રોજેક્ટની વિજીટનો નિર્ણય આવતી કાલે ચાવંડથી પોરબંદર પાણી પુરવઠા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાશે
 
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर