સપ્તાહની શરૂઆત માંજ સોના, ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 61,800 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,600 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 50,676 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 70,400 રૂપિયા છે.
Parth Patel, Ahmedabad: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પરંતુ આજે સોમવારે સોનાના ભાવમાં 250 રૂપિયા જેટલો અને ચાંદીમાં 50 રૂપિયા જેટલો ઉછાળો આવ્યો છે. જેમાં આજનો સોનાનો ભાવ 61,800 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 70,400 રૂપિયા છે.
જાણો આજના સોનાના ભાવ
અમદાવાદમાં આજે સોમવારે 24 કેરેટ સોનાની લગડીનો 3% જી.એસ.ટી સાથેનો ભાવ 61,800 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,600 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 50,676 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જી.એસ.ટી. સહિતનો આજનો લગડીનો ભાવ 70,400 રૂપિયા છે. જેમાં ગઈ કાલ કરતા આજના સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
જ્યારે ગઈકાલની વાત કરીએ તો 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,550 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,415 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,234 રૂપિયા છે. ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 70,350 રૂપિયા છે. ગઈ કાલ કરતા આજના સોનાના ભાવમાં વધારો જ્યારે ચાંદીના ભાવમાં કોઈ બદલાવ થયો નથી.
આજે 20 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે હવે સોનાના ભાવ વધતા રોકાણકારો ફરી મુંઝાયા છે. સાથો સાથ લગ્નસરાની પૂરબહાર ખિલેલી મોસમમાં પણ સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવા છતા ખરીદીને ઝાઝી અસર વર્તાઈ નથી.
આ કારણોમાં લગ્ન શુભ પ્રસંગો માટે સોનું ખરીદવાનું જે તે પરિવારોનું ચોક્કસ બજેટ હોય છે. એવા પરિવારો સોનાનો ભાવ વધતા 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદતા હોવાનો ટ્રેન્ડ જારી રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું છે.