Home /News /ahmedabad /Gujarat BJP Candidates List: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ

Gujarat BJP Candidates List: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ

PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ

Gujarat BJP Candidate list: ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પરંતુ ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણી મોટા નેતાઓના નામ પણ કપાયા છે.

વધુ જુઓ ...
ગુજરાત: ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પરંતુ ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘણી મોટા નેતાઓના નામ પણ કપાયા છે. ભાજપે આજે જે યાદી જાહેર કરી છે, તેમાં કેટલાક ચોંકાવનારા નામ પણ સામે આવ્યા કે, જેમની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.

22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી


ઉલ્લેખનીય છે કે, રાધનપુર, પાટણ, ખેરાલુ, ˆહિંમતનગર, ગાંધીનગર દ‡ક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર, પૂર્વ પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા છે. સુરત, ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

આ પણ વાંચો: ભાજપના 38 દાવેદારોની ટિકિટ કપાઈ, કોંગ્રેસમાંથી આવેલા પર ભાજપનો ભરોસો

ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા બેઠક પરથી ટિકિટ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. CMની બેઠકનું નામ જાહેર થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. CMએ કહ્યુ- અમે જીતીશું એ પુરો વિશ્વાસ છે. આ સાથે જ કોંગ્રેસને રામ રામ કહીને આવેલા 13 નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 13 નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું પત્તુ કાપી ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. ખોડલધામના નરેશ અને પાટીદારો આગેવાનોનું લોબિંગ રમેશ ટિલાળાને ફળ્યું છે.

શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ટિકિટ આપાઈ


આ વખતે શંકર ચૌધરીની બેઠક બદલાઈ છે. ભાજપે શંકર ચૌધરીને થરાદ બેઠક પરથી ટિકિટ આપી છે. આ સાથે વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપે રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જામનગર ઉત્તર બેઠક પરથી દિગ્ગજ હકુભા જાડેજાની ટિકિટ કાપીને રિવાબાને તક અપાવામાં આવી છે. અમદાવાદની બેઠકો પરથી ભાજપે દિગ્ગજ નેતાઓના નામ કાપ્યા છે. જેમાં એલિસબ્રીજમાં રાકેશ શાહ, વેજલપુરમાં કિશોર ચૌહાણ, નરોડામાં બલરામ થવાણી સહિત 9 જુના જોગીના નામ કપાયા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: BJP Candidate, Gujarat BJP, Gujarat Election 2017, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन