Home /News /ahmedabad /AMC ની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો કરતા કહ્યું- ભાજપના રાજમાં વિકાસ પાતાળમાં ગયો
AMC ની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો કરતા કહ્યું- ભાજપના રાજમાં વિકાસ પાતાળમાં ગયો
બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા કાળા વસ્ત્રો અને બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે.
આજે અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Corporation)ની મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. પ્રિ મોન્સુન કામગીરી (Pre Monsoon Operations)માં તંત્રની નિષ્ફળ હોવાનો મુદ્દો બેઠકમાં જોરશોરથી ચગ્યો હતો. સાથે જ આજે બોર્ડમાં મેયર (Ahmedabad Mayor)નાં રાજીનામાંની માંગ કરવામાં આવી હતી એટલું જ નહિં લઠ્ઠાકાંડનો મુદ્દો પણ બોર્ડમાં ગરમાયો હતો.
બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા કાળા વસ્ત્રો અને બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે રીતે અનુમાન હતું તે જ રીતે કોંગ્રેસ દ્વારા પ્રિ મોન્સુન કામગીરી માટે તંત્રની ઝાટકણી કરવામાં આવી. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ કે પાણી નહીં ભરાય. રસ્તા નહિ તૂટે તેવા દવા પોકળ સાબિત થયા છે. કરોડોનો ખર્ચ કરવા છતાં શહેરની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બીજી તરફ લઠ્ઠાકાંડને લઈ શોક ઠરાવની માંગ પણ કરાઈ હતી.
વિપક્ષ નેતા શહેજાદ પઠાણના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશન પાસે સામાન્ય સભામાં તમામ મુદ્દા માટે કોઈ જવાબ જ નથી. ભારતીય જનતા પાર્ટીના રાજના વિકાસ પાતાળમાં જતો રહ્યો છે એક જ વરસાદની અંદર એક જ વરસાદની અંદર સ્માર્ટ સિટી ડૂબી રહી છે. 9000 કરોડનું બજેટ હોવા છતાં પણ અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ છે. અમદાવાદ શહેરના શહેરીજનોનું 50 કરોડથી પણ વધારે મોટું નુકસાન થયું છે જેને કારણે શહેરના મેયરે રાજીનામું આપવું જોઈએ.
મેલેરિયા અને ફોગીગના નામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 17.50 કરોડનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસનું માનીએ તો છેલ્લા 15 વર્ષમાં રોડ પાછળ 542 કરોડ રૂપિયાનો ખર્ચ, 854 કરોડનો ખર્ચ ડ્રેનેજ માટે કરવામાં આવ્યો છે. જ્યારે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે અધધ 354 કરોડનો ખર્ચ એપ્રિલ 21 થી મે 2022 સુધી સીસીટીવી દ્વારા ડી શિલ્ટલિંગ માટે 23 કરોડ વપરાતા મુદ્દો એ છે કે આખરે આટલા પૈસા ક્યાં ગયા.
મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, કોગ્રેસના કાઉન્સિલરનો શહેરના વિકાસમા રસ જ નથી. બોર્ડની શરૂઆતમા કોંગ્રેસ કાળા કપડા પહેરી માનસિકતા બનાવીને આવ્યા હતા કે બોર્ડ ન ચાલે.
તમામ કાઉન્સિલરને સાંભળી અને તેમના સુચનો સાંભળ્યા છે. છેલ્લે કોઈ મુદ્દો ન મળ્યો એટલે લઠ્ઠાકાડને લઈ હોબાળો કર્યો હતો. વિપક્ષે લઠ્ઠાકાંડ માટે શોક ઠરાવની માગણી કરાઈ તે માગણી વિધાનસભાની હતી. એએમસી બોર્ડમા શહેરની વિકાસની વાત હોવનું મેયરે જણાવ્યું હતું.