વિપક્ષના આરોપો પાયા વિહોણા,અમારી સરકાર પ્રામાણિક અને પારદર્શક

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વિપક્ષના આરોપો પાયા વિહોણા,અમારી સરકાર પ્રામાણિક અને પારદર્શક
વિધાનસભામાં કોંગ્રેસે હોબાળો કરી લગાવેલા આરોપને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પાયાવિહોણા ગણાવતા કહ્યુ હતું કે,રિપોર્ટ અનુસાર કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.કોંગ્રેસના આક્ષેપો બાદ પંચની રચના કરવામાં આવી હતી.તપાસ માટે જસ્ટિસ એમ.બી.શાહ પંચની રચના કરાઈ હતી.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભામાં કોંગ્રેસે હોબાળો કરી લગાવેલા આરોપને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પાયાવિહોણા ગણાવતા કહ્યુ હતું કે,રિપોર્ટ અનુસાર કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.કોંગ્રેસના આક્ષેપો બાદ પંચની રચના કરવામાં આવી હતી.તપાસ માટે જસ્ટિસ એમ.બી.શાહ પંચની રચના કરાઈ હતી. mb shah અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહે 17 મુદ્દાઓનું આવેદન આપ્યું હતું.15 મુદ્દાઓનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ પર નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યુ કે3 વખત તપાસ પંચે તેઓને બોલાવ્યા હતા.પરંતુ આ બંને નેતાઓએ તેઓનો અનાદર કર્યો હતો. નોધનીય છે કે, ગુજરાત વિદ્યાનસભા ગૃહમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા બજેટ સત્ર દરમ્યાન વિપક્ષ ધ્વારા વારવાર રાજય સરકારના ભષ્ટ્રાચારોની તપાસ માટે નિમાયેલા એમ.બી.શાહ કમિશ્નનો એહવાલ રજુ કરવા માંગણી કરવામાં આવી હતી. વિદ્યાનસભાના નેતાએ રજુઆત કરી હતી. કે પીએમ જયારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ત્યારે ગુજરાતમાં થયેલા ભષ્ટ્રાચારનો રિપોર્ટ છે. અને પીએમની છબી ન ખરાડાય તે માટે આ રિપોર્ટ ગૃહમાં રજુ કરવો જરુરી છે. જ્યારે આજે ભારે વિપક્ષના હંગામા બાદ રીપોર્ટ રજૂ કરાયો છે. રિપોર્ટની અન્ય કોપીઓ વિદ્યાનસભાની લાઇબ્રેરીમાં મુકાઇ હતી. અને આ મુદે રાજયના  નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે વિદ્યાનસભા સંકુલમાં પત્રકાર પરિષદ કરી હતી. અને જે તે સમયે અર્જુન મોઢવાડિયાએ અને શક્તિસિંહ ગોહિલે 17 જટેલા આરોપો સાથે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમમાંથી 15 મુદાઓની તપાસ કરાઇ હતી. અને આ તપાસમાં રાજય સરકારને ક્લીન ચિટ મળી હતી. તેવી જાહેરાત કરી હતી. નીતિન પટેલનું નિવેદન વિપક્ષે રિપોર્ટ મૂકવા વારંવાર માંગણી કરી હતી એમ.બી.શાહ કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરાયો જસ્ટિસ શાહ કમિશનનો રિપોર્ટ વિધાનસભાના મેજ પર મૂકાયો વિધાનસભા સ્પીકરના પત્રના અનુસંધાને રિપોર્ટ રજૂ કરાયો અમારી સરકાર પ્રામાણિક અને પારદર્શક છે ગુજરાતની પ્રજાથી અમારે કંઈ છુપાવવાનું નથી રાજ્ય સરકારે અહેવાલની ચકાસણી કરી ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો ગુજરાતીમાં અનુવાદ કરાયેલા અહેવાલ પણ રજૂ કરાશે 5500 પાના અને 20 વોલ્યુમનો છે રિપોર્ટ એમ.બી.શાહનો રિપોર્ટ હવે પબ્લિક પ્રોપર્ટી અમે વિધાનસભામાં કહ્યું હતું કે રિપોર્ટ રજૂ કરીશું છતાં કોંગ્રેસે આ મુદ્દે વારંવાર વિવાદ ઉભો કર્યો
First published: March 31, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर