Home /News /ahmedabad /સાણંદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરાઈ હતી સિક્યુરિટી ગાર્ડની હત્યા?

સાણંદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરાઈ હતી સિક્યુરિટી ગાર્ડની હત્યા?

સાણંદમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

Murder Case Sanand: સાંણદમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે બે આરોપીઓની ઘરપકડ કરી લીઘી છે. વ્યાજના પૈસા ન ચૂકવા પડે માટે આરોપીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

સાંણદ: સાંણદમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની હત્યા વિથ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે બે આરોપીઓની ઘરપકડ કરી લીઘી છે. વ્યાજના પૈસા ન ચૂકવા પડે માટે આરોપીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આરોપીએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને સમગ્ર પુરાવાનો નાશ કરી દીધો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનો ભાંડો ફોડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

હત્યા અને લૂંટના ગુનામાં આરોપીઓની ધરપકડ


અમદાવાદ ગ્રામ્ય પોલીસની ગિરફતમાં આવેલા આરોપી વિષ્ણુ ઉર્ફે વિહા ચુનારા અને અરવિંદજી ઉર્ફે પકો ઠાકોરએ ભેગા મળી સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી હતી. હત્યા સાથે લૂંટના ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી વિષ્ણુને વ્યાજના પૈસા ન ચૂકવા માટે સિક્યુરિટી ગાર્ડ રણછોડ વાણીયાની હત્યા કરી દીધી. ધટના કઈક એવી છે કે, 30 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદ સાણંદ વિસ્તારના ચેખલા ગામમાં આદિગ્રીન્સ ફાર્મમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા વૃદ્ધ રણછોડ વાણીયાની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાતે જાહેર રસ્તા પર જ યુવકની થઇ હત્યા, કારણ છે ચોંકાવનારું

મૃતકે આરોપીને 1.30 લાખ વ્યાજે પૈસા આપ્યા હતા


આ મામલે આરોપી વિષ્ણુએ મૃતક રણછોડભાઈના કાનમાં સોનાની કડિઓ પહેરતા હતા તે કડીઓ ખેંચીને કાન તોડી કાઠીને લઈ લીધી હતી એટલું જ નહીં દાંતમાં સોનાની કવર પણ પહેરતા તે દાંત, સોનાની વિંટી અને સાથે સાથે મોબાઈલ ફોનની પણ લુંટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બન્ને આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિષ્ણુ ચુનારા અને મૃતક રણછોડ વાણીયા બન્ને એકબીજાને પરિચિત હતા. મૃતક રણછોડએ આરોપી વિષ્ણુને 1.30 લાખ વ્યાજે પૈસા આપ્યા હતા. પૈસા પરત ન ચૂકવા માટે છેલ્લા બે મહિના પહેલાથી જ હત્યા કરવાનો પ્લાન ધડયો.

ક્રાઇમ પેટ્રોલ સિરિયલ આધારે પુરાવાનો નાશ કર્યો


ઉલ્લેખનીય છે કે, આરોપી વિષ્ણુએ મિત્ર સાથીદાર અરવિંદજી સાથે મળી સિક્યુરિટી ગાર્ડ રણછોડની હત્યા કરી દીધી. જે બાદ સિક્યુરિટી ગાર્ડ પેહરેલા દાગીના લૂંટી લીધા હતા. જો કે હત્યાના પુરાવા નાશ કરવા આરોપી અરવિંદજી ઠાકોર ક્રાઇમ પેટ્રોલ સિરિયલ આધારે પુરાવાનો નાશ કરી દીધો હતો. પરતું પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સથી શકમંદ આરોપી પકડી લીધા હતા. પોલીસે બન્ને હત્યારાઓને પકડી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે હત્યા કરી નાશ કરેલા પુરાવા મેળવા પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Murder, Murder case, Robbery case, હત્યા કેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन