Home /News /ahmedabad /ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું

ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલ્યું

આગામી સમયમાં 221 ગામ પૈકી વિવિધ ગોળ વચ્ચે સમૂહલગ્ન પણ અસ્તિત્વમાં આવનાર છે.

North Gujarat Leua Patidar Samaj: સમગ્ર ગુજરાતમાં લેવા પાટીદાર સમાજ દિન પ્રતિદિન એકરૂપ બનવાના મામલે હંમેશા અગ્રીમ રહ્યું છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના 111 ગામની જગ્યાએ હવેથી 221 ગામોનું એક નવું માળખું બનવા પામ્યું છે.

  ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજે દીકરીઓની અછતને પગલે સમાજનું બંધારણ બદલી અન્ય સમાજને પણ રાહ ચીંધી છે. લેઉઆ પાટીદાર સમાજે ગામના વાડાઓનો વ્યાપ વધાર્યો છે. જેમાં 111 ગામની જગ્યાએ હવે 221 ગામનું એક નવુ માળખુ બનાવ્યુ છે. અરવલ્લી જિલ્લાના માલપુરમાં સમાજની મળેલી બેઠકમાં આ નવા ઠરાવને મંજૂરી અપાઈ છે. હવે આ તમામ 221 ગામોમાં લગ્ન માટે પસંદગી મેળા સહિત સમૂહ લગ્ન, નોકરી-ધંધા માટે પ્રથમ ક્રમાંકે રહે તે માટે સમાજ મક્કક બન્યો છે.

  બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે બેઠકનુ આયોજન કર્યું હતું. બેઠકમાં અગ્રણીઓએ સમાજની ચિંતા કરી હતી અને સમાજમાં રહેલા વિવિધ ગામોના વાડાપાડા દૂર કરી તમામ લેઉવા પાટીદાર એક થવા આહ્વાન કર્યું હતું. આ અવસરે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી જો ચિંતા દીકરીઓની અછતની હતી. દીકરીઓની અછતને લઈ સમાજના અપરિણીત યુવાનોની અન્ય સમાજોમાંથી તેમજ દલાલો મારફતે યુવતીઓ સાથે લગ્ન કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી હતી. ક્યારેક છેતરામણીની ઘટનાઓ પણ બનતી હતી. તો વળી ક્યારેક યુવાનો પરિવાર સાથે દ્રોહ કરી આર્થિક નુકસાન પહોંચાડી પલાયન થઈ જતી હોવાની પણ અનેક ઘટનાઓ બનતી હતી. હવે આ નવા નિર્ણયથી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજને લગ્ન વિષયક પસંદગીમાં સરળતા રહેશે. 221 ગામો એક થયા અને દીકરા-દીકરી આપવાની સહમતી સાંધાઈ છે. એટલું જ નહીં દલાલથી લગ્નની મજબૂરી, છેતરપિંડીના બનાવો ઘટશે, સાથો સાથ લવ જેહાદ જેવા બનાવો અને પ્રેમ લગ્ન જેવા બનાવોમાં પણ ઘટાડો થશે. દીકરીઓની અછતને કારણે સમાજે બદલેલા બંધારણથી સમાજમાં રહેલા ખોટા ખર્ચાઓમાં પણ નિયંત્રણ આવશે. સાથે સમાજ એકબીજા સાથે પરીચિત થતા એકતાંતે બંધી વધુ સંગઠીત થશે.

  આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના મોઢેરાની મુલાકાતના પગલે વહીવટી તંત્ર ખડે પગે

  સમગ્ર ગુજરાતમાં લેવા પાટીદાર સમાજ દિન પ્રતિદિન એકરૂપ બનવાના મામલે હંમેશા અગ્રીમ રહ્યું છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના 111 ગામની જગ્યાએ હવેથી 221 ગામોનું એક નવું માળખું બનવા પામ્યું છે. જેમાં માલપુર ખાતે યોજાયેલી બેઠક બાદ તમામ ગામડાઓ આગામી સમયમાં પસંદગી મેળા સહિત સમુહ લગ્ન કરી નોકરી ધંધામાં પણ પ્રથમ ક્રમાંકિત બની રહે તે માટે મક્કમ બન્યા છે.  સામાન્ય રીતે કળિયુગમાં કહેવાયું છે કે સંજ્ઞા શક્તિ કળિયુગની યુક્તિ આજની તારીખે સફળ પુરવાર થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં લેવા સમાજ દ્વારા 111 ગામોનું સંગઠન દ્વારા લગ્ન પ્રસંગથી લઇ મરણ પ્રસંગ અને આર્થિક રોજગારીની તકથી લઈ વિવિધ સામાજિક એકરૂપતા માટેનું સંગઠન અસ્તિત્વમાં હતું. જોકે બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા માલપુર ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં સર્વાનુમતે 111 ગામની જગ્યાએ 221 ગામનું નવીન માળખું બનાવવાના ઠરાવને સંપૂર્ણ સહમતિ મળતા આગામી સમયમાં હવે ઉતર ગુજરાતના 221 ગામડાઓનો સૌપ્રથમ પસંદગી મેળો યોજાશે.

  આ પણ વાંચો- સુરતમાં નવરાત્રીમાં ઘર્ષણ, આયોજકોએ વિધર્મી બાઉન્સરો રાખતા મામલો બન્યો ઉગ્ર

  તેમજ ત્યારબાદ આગામી સમયમાં 221 ગામ પૈકી વિવિધ ગોળ વચ્ચે સમૂહલગ્ન પણ અસ્તિત્વમાં આવનાર છે. સાથોસાથ માલપુર ખાતે મળેલી આ બેઠકમાં સામાજિક ઉદ્યોગપતિઓ દ્વારા દરેક વ્યક્તિને આર્થિક સહમતિ આપવા તેમજ નોકરી ધંધા અને રોજગારીમાં અને એક સમૂહ યોગ્યનો પરિચય મેળો પણ ટૂંક સમયમાં યોજવામાં જઈ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં યુવક યુવતી સમાજના પસંદગી પામેલા સમાજના દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવશે. જેમાં સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચને પણ નિયંત્રણ કરાશે અને સમાજમાં એકબીજાને પરિચિત થઈ સંગઠિત પણ થવાશે અન્ય સમાજની દીકરીઓમાં અત્યાર સુધીમાં દીકરાઓને પરણાવવામાં આવતા હતા. જેને લઈને સમાજમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હતી. જેને લઈને સમાજના મોભીઓ દ્વારા એક નવો વિચારનો સિંચન કરી એક ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલપુર ખાતે લેઉવા પાટીદાર સમાજના યુવાનોને અગ્રીમતા આપવાનો ઠરાવ કરાયો છે. જોકે આગામી સમયમાં ઉત્તર ગુજરાતનું આ લેઉવા પાટીદાર સમાજનું 221 ગામોનું આ સંગઠન અન્ય સમાજ માટે પણ પથદર્શક બની રહે તો નવાઈ નહીં.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Aravali, Patidar leader, Patidar power, Power of Patidar, અરવલ્લી, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन