Home /News /ahmedabad /Ahmedabad: સ્પોર્ટ્સ મીટમાં આ ટીમે મારી બાજી, જીત્યા આટલા મેડલ

Ahmedabad: સ્પોર્ટ્સ મીટમાં આ ટીમે મારી બાજી, જીત્યા આટલા મેડલ

વિદ્યાર્થી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું આયોજન

ક્રિકેટ ક્ષેત્રે ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટે બાજી મારી હતી. જ્યારે વોલીબોલ (પુરુષ) રમતમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ લો અને વોલીબોલ (સ્ત્રી) રમતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિજેતા ટીમ તરીકે જીત હાંસલ કરી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Parth Patel, Ahmedabad : વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટ 2022 ની સફળતાપૂર્વક પૂર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી.

    આ ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મેજર જનરલ અરવિંદ કપૂર (એડિશનલ ડિરેક્ટર જનરલ – NCC - ગુજરાત દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ), ગેસ્ટ ઓફ ઓનર કર્નલ હેમંત અચ્યુત જોષી તથા કમાન્ડિંગ ઓફિસર – 9 ગુજ. એન.સી.સી. હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની અધ્યક્ષતા નિરમા યુનિવર્સિટીના ઉપપ્રમુખ કે. કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી.



    ઈન્સ્ટિટ્યુટ ટીમો વચ્ચે ઈવેન્ટ્સ અને ટ્રેક સ્પર્ધાનું આયોજન કરાયું

    આ મીટમાં દરેક ક્ષેત્રની ઈન્સ્ટિટ્યુટ ટીમો વચ્ચે ઈવેન્ટ્સ અને ટ્રેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ, વોલીબોલ (પુરુષ અને સ્ત્રી), બાસ્કેટબોલ (પુરુષ અને સ્ત્રી) અને કબડ્ડી (પુરુષ અને સ્ત્રી) ની ટીમોએ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આ સાથે અલગ ટ્રેક અને ફીલ્ડ દોડ, રિલે રેસ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવેલીન થ્રો અને લોંગ જમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.



    પ્રથમ 2 દિવસ ટ્રેક અને ફિલ્ડ કક્ષાની અને ત્રીજા દિવસે આંતર સંસ્થા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી

    ત્રિ-દિવસીય ઇવેન્ટમાં પ્રથમ અને બીજા દિવસે સંસ્થાના સ્તર પર ટ્રેક અને ફિલ્ડ કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. જ્યારે ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે આંતર સંસ્થા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટના ભાગરૂપે આયોજિત ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં જુદી જુદી સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાંથી અમુક જ સંસ્થાઓ જીતી હતી.

    જેમાં ક્રિકેટ ક્ષેત્રે ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટે બાજી મારી હતી. જ્યારે વોલીબોલ (પુરુષ) રમતમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ લો અને વોલીબોલ (સ્ત્રી) રમતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વિજેતા ટીમ તરીકે જીત હાંસલ કરી હતી. આ સાથે બાસ્કેટબોલ (પુરુષ) રમતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને બાસ્કેટબોલ (સ્ત્રી) રમતમાં ઈન્સ્ટીટ્યુટ ઓફ લો પ્રથમ નંબરે રહી હતી.

    વિદ્યાર્થી કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું આયોજન

    જ્યારે કબડ્ડી (પુરુષ) રમતમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી અને કબડ્ડી (સ્ત્રી) રમતમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ વિનર બની હતી. આ ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ મીટ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થી કલ્યાણ બોર્ડ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમર્સ, નિરમા યુનિવર્સિટીની યજમાની સાથે કરવામાં આવ્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, India Sports, Local 18, Medals

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन