Home /News /ahmedabad /અમદાવાદ: ઘરડો થયેલો કુખ્યાત નઝીર વોરા હજુય ન સુધર્યો, ગુનાની દુનિયામાં દીકરાને પણ ઘુસાડ્યો

અમદાવાદ: ઘરડો થયેલો કુખ્યાત નઝીર વોરા હજુય ન સુધર્યો, ગુનાની દુનિયામાં દીકરાને પણ ઘુસાડ્યો

કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30 થી વધુ ગુના નોંધાયા છે.

કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30 થી વધુ ગુના નોંધાયા છે. પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની ગણતરીમાં સમયમાં જ ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર પર  ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રેમલગ્નની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું ખુલ્યું છે. વેજલપુર પોલીસે બન્ને પક્ષના લોકો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

કુખ્યાત આરોપી નઝીર વોરા અને તેનો પુત્ર હમઝા વોરા પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે. જ્યારે બીજા પક્ષમાં આરોપી ફૈઝાન ઉર્ફે ટેબુ સૈયદ, મયુદ્દીન સૈયદ અને વાહીદ ઉર્ફે બાબા સૈયદ છે. પ્રેમ લગ્નના વિવાદમાં આ બન્ને પક્ષ વચ્ચે અદાવત ચાલે છે. સોમવારની રાત્રે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સોનલ સિનેમા નજીક આરોપી વાહીદ સૈયદ અને હમઝા વોરા વચ્ચે આ અદાવતમાં બોલા ચાલી થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે કુખ્યાત આરોપી નઝીર વોરા તલવાર લઈને મારવા આવ્યો હતો. ત્યારે આરોપી વાહીદે પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા

ફાયરિંગ કેસની તપાસમાં ખુલાસો થયો કે નઝીર વોરાની ભાણીની દીકરીએ સૈયદ પરિવારના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નઝીર વોરાના પુત્ર હમઝા સાથે આ યુવતીના લગ્ન નક્કી થયા હતા. પરંતુ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતા વોરા પરિવાર અને સૈયદ પરિવાર વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલતી હતી. જેની અદાવતમાં બન્ને એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેજલપુર પોલીસે બન્નેની ફરિયાદ લઈને બન્ને પક્ષના 5 આરોપીની ધરપકડ કરીને ફાયરિંગ કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: બ્રેક ફેલ થતા કરજણ ટોલનાકામાં ટ્રક ઘુસી, કર્મચારીઓના જીવ તાળવે ચોટ્યા, જુઓ CCTV

કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30 થી વધુ ગુના નોંધાયા છે. પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની ગણતરીમાં સમયમાં જ ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन
विज्ञापन