Home /News /ahmedabad /

Video: અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર 10 જેટલા ટૂ વ્હીલર થયા સ્લીપ, બ્રિજ પર ટ્રાફિકજામ

Video: અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર 10 જેટલા ટૂ વ્હીલર થયા સ્લીપ, બ્રિજ પર ટ્રાફિકજામ

ચંદ્રનગર બ્રિજ પર એક સાથે 10 જેટલા ટૂ વ્હીલરો સ્લીપ થયા.

આ ઘટના બાદ હવે ટૂ વ્હીલર ચાલકોને બ્રિજ પરથી પસાર થતા સમયે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ અમદાવાદના ચંદ્રનગર બ્રિજ ( આંબેડકર બ્રિજ) પર બાઇક સ્લીપ થયાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    અમદાવાદ (Ahmedabad) શહેરમાં ગત રાત્રિથી મેઘરાજા (Ahmedabad Monsoon)ની પધરામણી થઇ ગઇ છે અને શહેરમાં વરસાદ (Ahmedabad Rain)ના આગમથી શહેરીજનો આનંદમાં છે કારણ કે શહેરીજનો છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. જોકે વરસાદ વરસ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોનસુન કામગીરી (Ahmedabad pre-monsoon operations)ની પોલ ખુલી ગઇ છે. સાથે જ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તા રિસરફેસ ના કરવાના કારણે શહેરીજનો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે શહેરમાં થોડો વરસાદ પડતા જ શહેરના બ્રિજ પરથી પસાર થતા બાઇકચાલકો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના ચંદ્રનગર બ્રિજ ( આંબેડકર બ્રિજ) પર એક સાથે 10 જેટલા ટૂ વ્હીલર સ્લીપ થયાનો વીડિયો પણ સામે આવ્યો છે.

    અમદાવાદના ચંદ્રનગર બ્રિજ ( આંબેડકર બ્રિજ) પર બાઇક સ્લીપ થયાની ઘટના સામે આવી છે. જેમા વરસાદ થતા એક સાથે બ્રિજ પરથી પસાર થતા 10 જેટલા ટૂ વ્હીલરો સ્લીપ થઇ ગયા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે વિશે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ એક સાથે મોટી સંખ્યામાં વાહનો સ્લીપ થતા થોડા સમય માટે બ્રીજ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને વાહનોની મોટી કતાર જોવા મળી હતી.



    આ ઘટના બાદ શહેરીજનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રસ્તા ના રિસરફેસ કર્યાના આરોપ લગાવી રહ્યા છે. સાથે જ એએમસીના અધિકારીઓ દ્વારા પ્રિ મોનસુન કામગીરી યોગ્ય રીતે કરવામાં ના આવી હોવાનું પણ જણાવી રહ્યા છે. જેના પરિણામે જ્યારે વરસાદ પડ્યો ત્યારે આપણા અમદાવાદવાસીઓ આ રસ્તા પરથી પસાર થતી વખતે લપસ્યા છે.

    આ પણ વાંચો- નુપુર શર્માના સમર્થનમાં આવી કરણીસેના, જો તેમને કંઇ થયું તો ભારત ભડકે બળશે

    આ ઘટના બાદ હવે ટૂ વ્હીલર ચાલકોને બ્રિજ પરથી પસાર થતા સમયે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ અમદાવાદના ચંદ્રનગર બ્રિજ ( આંબેડકર બ્રિજ) પર બાઇક સ્લીપ થયાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, AMC News, Gujarat monsoon, Gujarat monsoon 2022

    આગામી સમાચાર