Home /News /ahmedabad /દો ગજ કી દુરી, માસ્ક હૈ જરૂરી : જાણો - Coronaથી રક્ષણ આપતા માસ્ક પહેરવાની અગત્યતા

દો ગજ કી દુરી, માસ્ક હૈ જરૂરી : જાણો - Coronaથી રક્ષણ આપતા માસ્ક પહેરવાની અગત્યતા

પ્રતિકાત્મક તસવીર

માસ્ક નહિ પહેરી ને વ્યક્તિ પોતાને તો મુશ્કેલી માં મૂકે જ છે તેની સાથે તેના સંપર્કમાં આવતા તમામ અને પોતાના પરિવાર જનો ને પણ મુશ્કેલીમાં મૂકે છે.

અમદાવાદ: કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસ દિન પ્રતિદિન વધતા આરોગ્ય તંત્ર ચિંતિત છે. અને વધતા કેસને ડામવા અને સંક્રમણ રોકવા માત્ર લોકોને માસ્ક પહેરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. એટલે સુધી કે જાહેરમાં માસ્ક નહિ પહેરનાર સામે દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. ત્યારે કેમ માસ્ક પહેરવા પર જોર આપવામાં આવી રહ્યું છે અને કેમ માસ્ક પહેરવું જરૂરી તે જાણવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે જાણીએ કોરોનાના સંક્રમણ અટકાવતા ચાર અગત્યના તારણ.

આખી દુનિયામાં થયેલા રિસર્ચ પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ ડ્રોપ લેટ ઇન્ફેક્શન થી ફેલાઈ રહ્યું છે, અને wHO અને ICMR ના તારોણો પણ આ કહી રહ્યા છે. જ્યારે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને તેણે માસ્ક ના પહેર્યું હોય ત્યારે તેમાંથી નીકળતા ડ્રોપલેટ્સ કોઈ હેલ્થી વ્યક્તિ જેણે માસ્ક ના પહેર્યું હોય તો તેને ઇન્ફેક્શન લાગે અથવા એ ડ્રોપલેટ્સમાંથી વાયરસ કોઈ હાર્ડ સરફેશ પર રહી ગયા હોય અને કોઈ હેલ્થી વ્યક્તિ તેના હાથથી તેના મોઢાના સંપર્કમાં આવે અને તેનું ઇન્ફેક્શન તે વ્યક્તિ ને લાગે છે.

આવા સમયે જ એક વાયરસનું ક્રોસ ટ્રાન્સમિશન થાય છે. આવા સંક્રમણ થી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. જાણીતા ફીઝીશયન ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે, માસ્ક પહેરવાની ચાર મહત્વના તારણો જાણવા જરૂરી છે. તંત્ર પણ દો ગજ કી દુરી અને માસ્ક જરૂરી પર ભાર આપે છે પણ જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિ અને કોઈ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ સંપર્કમાં આવે છે ત્યારે વાયરસનું સંક્રમણ ની શકયતા વધી જાય છે.

1 - કોરોના સંક્રમિત અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ બંને એ માસ્ક પહેર્યું હોય ત્યારે કોરોનાનું સંક્રમણ લાગવાનું રિસ્ક માત્ર 2 ટકા હોય છે.

2 - કોરોના સંક્રમિત અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ બંને એ માસ્ક ના પહેર્યું હોય ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ લાગવા શકયતા 90થી 95 ટકા હોય છે.

3 - કોરોના સંક્રમિત વ્યક્તિ એ માસ્ક ના પહેર્યું અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય ત્યારે કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતા 70 ટકા હોય છે.

4 - કોરોના સંક્રમિત વ્યક્તિ એ માસ્ક પહેર્યું હોય અને સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ એ માસ્ક ના પહેર્યું હોય ત્યારે કોરોના નું સંક્રમણ લાગવાની શકયતા 30થી 40 ટકા રહેલી છે. આમ કોરોનાના સંક્રમણ થી બચવું હોય તો આરોગ્ય વિભાગે સૂચવેલા તમામ નિયમોનું પાલન જરૂરી છે. માસ્ક નહિ પહેરી ને વ્યક્તિ પોતાને તો મુશ્કેલી માં મૂકે જ છે તેની સાથે તેના સંપર્કમાં આવતા તમામ અને પોતાના પરિવાર જનો ને પણ મુશ્કેલીમાં મૂકે છે. અને કદાચ એટલે જ આરોગ્ય તંત્ર દંડનો ડોઝ વધારીને પણ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરી રહ્યુ છે.
Published by:kiran mehta
First published:

Tags: Face mask

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन