Home /News /ahmedabad /અમદાવાદ: પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકીને ભાગી ગયો અમેરિકા, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકીને ભાગી ગયો અમેરિકા, પરિણીતાએ નોંધાવી ફરિયાદ

સેટેલાઈટ પોલીસ સ્ટેશન ( ફાઈલ તસવીર)

Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પરિણીતાએ પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, પરિણીતાનો પતિ અને સાસુ-સસરા વારંવાર પૈસાની માગણી કરતા હતા, પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકી અમેરિકા ભાગી જતા પરિણીતાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પતિ, સાસુ, અને સસરા વિરૂદ્ધ માનસિક, અને શીરીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે પરિણીતાનો પતિ અને સાસુ-સસરા વારંવાર પૈસાની માગણી કરતા હતા. તેનો પતિ પરિણીતા અને તેની પુત્રીને છોડી અમેરિકા જતા રહ્ચો છે. આ પહેલા શિવાલીબેન પણ તેમના પતિ સાથે અમેરિકા રહેવા ગયા હતા. ત્યારે તેમને ત્યાં છોકરીનો જન્મ થયો હતો. બાદમાં પૈસાની માગણીઓ કરીને પરિણીતાને હેરાન કરવા લાગ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, પોતાના સ્થાયી ધંધામાં પૈસાની વધારે જરૂર હોવાથી જમાઈ માધવ પટેલે તેમના સસરા દિપકભાઈ પાસેથી રૂપિયા 55 લાખ ઉછીના લીધા છે, જ્યારે તેની સામે રૂપિયા 50 લાખ જ પાછા આપ્યા હતા. જ્યારે બંગલો બનાવવા માટે પણ પુત્રવધૂના પિતા દિપકભાઈએ રૂપિયી 1.70 કરોડ આપ્યા હતા. તેમ છતાં સાસરીવાળા લોકો પરિણીતાને હેરાન-પરેશાન કરતા હતા. આ દરમિયાન પતિ રાતોરાત પત્ની અને દીકરીને મૂકી અમેરિકા ભાગી જતા પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દિયર વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો: ચૂંટણીમાં મફતની રેવડીઓ પર લગામ લગાવશે ચૂંટણી પંચ

    અમદાવાદના આંબલીમાં રહેતા શિવાનીબેન પટેલની પોલીસ ફરિયાદ મુજબ, તેમના લગ્ન 8 વર્ષ પહેલાં વર્ષ 2015માં માલવ પટેલ સાથે થયાં હતાં. લગ્ન બાદ પરિણીતા સાસુ કીર્તિબેન, સસરા પંકજભાઈ તેમ જ દિયર રોમિલ સાથે રહેતા હતાં. માલવ પટેલે ધંધામાં પૈસાની જરૂર હોવાથી શિવાનીબેનના પિતા દિપકભાઈ પાસેથી 55 લાખ લઈ 3 મહિના બાદ ફક્ત 50 લાખ જ પાછા આપ્યા હતા અને ત્યાર બાદ બંગલો બનાવવા 1.70 કરોડ રૂપિયા પણ લીધા હતા. ખુબ જ નજીવી બાબતોમાં પણ સાસુ, સસરા અને પતિ હેરાન કરતા હતા. દરમિયાન માલવભાઈ શિવાનીબેન અને દીકરીને મૂકીને અમેરિકા જતા રહ્યા હતા. જેથી પરિણીતા શિવાનીબેને ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો: ‘Shakti Peeth Yatra’: પંજાબમાં ‘ત્રિપુરમાલિની’ તો ઓરિસ્સામાં ‘વિમલા’ શક્તિ પ્રગટ્યાં

    ઉલ્લેખનીય છે કે, માધવ પટેલ અને તેના પરિવારના લોકો સતત પૈસા માટે હેરાન કરતા હોવાથી પરિણીતાના પિતા દિપકભાઈનું હોર્ટએટેકથી અવસાન થયું હતુ. આ સાથે પરિણીતા શિવાલીબેનને આગાઉ માર મારવામાં આવતા તેમને હોસ્પિટલ પણ દાખલ કરવા પડ્યા હતા. જેથી શિવાલી બહેન રાજપથ રહેવા ગયા ત્યાં માધવ પટેલે તેમના સસરા અને શિવાલીબેનના પિતા દિપકભાઈને માર માર્યો હતો. આ બાદ આટલું થઈ જતા દિપકભાઈએ પોતાની દીકરીને અલગ મકાનમાં રાખી હતી. આ બાદ પતિ શિવાલી અને દીકરીને તરછોડી અમેરિકા જતો રહેતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन