Home /News /ahmedabad /

Ahemdabad: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, તંત્ર બેભાન અવસ્થામાં

Ahemdabad: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, તંત્ર બેભાન અવસ્થામાં

વાહનચાલકોને ભીતિ સેવાઈ રહી છે અકસ્માતની

અમદાવાદમાં રઝળતા ઢોરોનો (Cattle)અતિશય ત્રાસ વધી ગયો હોવાનો સ્થાનિકો આક્ષેપ,વાહનચાલકોને અકસ્માતની ભીતિ,ગંભીર અકસ્માત થાય તો જવાબદાર કોણ,મ્યુનિસિપલ તંત્ર બેભાવન અવસ્થામાં.

    અમદાવાદ: શહેરના (City) પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ચાર રસ્તા (Road) પાસે રઝળતા ઢોરોનો (Cattle) અતિશય ત્રાસ વધી ગયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ અહીં વાહનચાલકોને પણ અકસ્માતની (Accident) ભીતિ સેવાઈ રહી છે. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે અહીં લોકો દ્વારા કચરો ઠાલવી દેવાતા ઢોરો ચારો ચરવા આવે છે. આમ આ સમસ્યાનો (Problem) નિકાલ વહેલીતકે આવે તેવી લોકમાંગ ઊઠી છે.

    રખડતી ગાયનું શીંગડું વાગવાથી રાહદારીઓને ગંભીર ઈજા થવાનો ભય.

    તાજેતરમાં બનેલી એક ઘટનાની વાત કરીએ તો શહેરના રોડ પર એક રખડતી ગાય (Cow) અચાનક રોડ પરના ડિવાઈડર પરથી કૂદીને ટુ વ્હીલર (2 Wheeler) પર સવાર કોલેજમાં ભણતા ડિપ્લોમા સ્ટુડન્ટ સાથે અથડાઈ જતાં ઘટના બની હતી. આ 18 વર્ષીય વિદ્યાર્થીને બુધવારે રખડતી ગાયનું શિંગ (Horns) તેની આંખમાં વાગવાથી ગંભીર ઈજાઓ થઈ હતી.

    રસ્તા પરથી રખડતા ઢોર અને કૂતરાઓને હટાવવાની વાત રહી નિષ્ફળ

    ગાયનું એક શિંગડું વિદ્યાર્થીને આંખમાં (Eye) ગંભીર ઈજાઓ સાથેના ઘા છોડી દે છે. તેમ છતાં તેનું ટુ વ્હીલર લપસી જતાં વિદ્યાર્થી (Student) જમીન પર પટકાયો હતો. રાહદારીઓ વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં રીફર (Refer) કરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદના SG હાઈવે પર અકસ્માત, હેલમેટ પહેર્યુ હોવા છતાં જિંદગી ન બચી

    વિદ્યાર્થીની માતા એ જણાવ્યું હતું કે અમારો પુત્ર તેની એક આંખ ગુમાવવાની આરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation)આવી ઘટનાઓને કાબૂમાં લેવા રસ્તા પરથી રખડતા ઢોર અને કૂતરાઓને (Dog) હટાવવાની વાત કરી રહી છે. પરંતુ હજુ સુધી કંઈ જ કામ થયું નથી. હું નથી ઈચ્છતો કે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય તેવું વિદ્યાર્થીના પિતા એ જણાવ્યું હતું. સાથે એ પણ કહ્યું કે વિદ્યાર્થીની દ્રષ્ટિ (Vision) બચાવવા માટે પરિવાર સૌ પ્રથમ તેની સારવાર પર ધ્યાન આપી રહ્યો છે. પરંતુ તેઓ ટૂંક સમયમાં જ બેદરકારી બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કેસ નોંધાવશે.

    આ પણ વાંચો: સાચવજો! સિહોરમાં છાશ પીધા પછી 200 લોકોને ફૂડ પોઇઝનિંગ, હોસ્પિટલો ભરાઇ ગઇ

    કામગીરી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કોની રાહ જોઈ રહી છે.

    ત્યારે હવે એ જોવાનું રહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યા સુધી બેદરકાર (Careless) રહેશે ? શું હજી તંત્ર કોઈના ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેના વિશે વિચારવાનું રહ્યું. ભવિષ્યમાં (Future) આવા બનાવ ન બને તે માટે જાહેરજનતાની તંત્રને અપીલ છે કે આ સમસ્યાનો (Problem) ઉકેલ લાવી રાહત આપે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ

    આગામી સમાચાર