Home /News /ahmedabad /અમદાવાદમાં દબાણનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે

અમદાવાદમાં દબાણનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે

દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે માગ કરી કે અહીં રહેતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

અમદાવાદમાં દબાણનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે. વિધાનસભામાં સરકારે લેખિતમાં આ જવાબ આપ્યો છે. જેમાં એ વાતની પણ કબૂલાત કરી છે કે ચંડોળા તળામાં હાલ રહેણાંક, વ્યાવસાયિક તથા ધાર્મિક દબાણો ખડકાયેલાં છે.

અમદાવાદ: અમદાવાદમાં દબાણનો અડ્ડો બની ગયેલા ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે. વિધાનસભામાં સરકારે લેખિતમાં આ જવાબ આપ્યો છે. જેમાં એ વાતની પણ કબૂલાત કરી છે કે ચંડોળા તળામાં હાલ રહેણાંક, વ્યાવસાયિક તથા ધાર્મિક દબાણો ખડકાયેલાં છે. જેને લઈને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપતાં સવાલ ઉઠાવ્યો કે શહેરના તમામ તળાવો વિકસિત કર્યાં તો ચંડોળા તળાવ કેમ નહીં? સાથે જ દાવો કર્યો કે સરકારે ચંડોળા તળાવ AMCને સોપ્યું નથી.

દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે માગ કરી કે અહીં રહેતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આ તરફ સિંચાઈ વિભાગનો 6 ફેબ્રુઆરીનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ચંડોળા તળાવ જુલાઈ 2015માં જ AMCને સોંપી દેવાયું છે. આથી એના સંબંધિત કોઈપણ મંજૂરી અમારી પાસે માગવી નહીં.શૈલેષ પરમારે કહ્યું કે દાવા થઈ રહ્યા છે તે તળાવ AMC હસ્તક છે પરંતુ આજદિન સુધી સત્તાવાર કબજો સોંપાયો નથી. એવામાં હવે વિધાનસભામાં સરકારે એવું કહ્યું છે કે તળાવનો કબજો સરકાર લેશે. ત્યારે ચંડોળા તળાવ કોનું એ સવાલ વિકટ બન્યો છે.

આ પણ વાંચો: વિશ્વની સૌથી મૂલ્યવાન વસ્તુ આ તિજોરીમાં બંધ છે, જેમાં ભારતે સૌથી વધુ હિસ્સો જમા કરાવ્યો છે!

તમને જણાવી દઇએ કે, ચંડોળા તળાવ આસપાસ મોટા પ્રમાણમાં ઝુંપડપટ્ટી વિસ્તાર છે જ્યા ગેરકાયદે મોટા પ્રમાણ દબાણ થયું છે. જોકે થોડા સમય પહેલા એએસમીના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પદાધિકારાઓ અને વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં ચંડોળા તળાવમાં વર્તમાન સ્થિતિ અંગે સમિક્ષા કરાઇ હતી. એએમસી દબાણ જગ્યા બાદ જે જગ્યા ખુલી છે તે સ્થળ પર શું ડેવલપ થઇ શકે તે અંગે સમિક્ષા કરાઇ હતી.

ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું. માર્ચ 1930માં ઐતિહાસિક દાંડી કૂચના માર્ગમાં મહાત્મા ગાંધીએ તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તળાવનો વ્યાપ અંદાજીત 1200 હેક્ટરમા ફેલાયું છે. એક સમય અહીં તળાવમાં અનેક પક્ષીઓનું નિવાસસ્થાન મનાતું હતું.
First published:

Tags: AMC News, Gandhinagar News, Gujarat vidhansabha

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો