Home /News /ahmedabad /Ahmedabad: હવે ગુજરાતમાં થશે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ; આ હોસ્પિટલમાં થશે સારવાર

Ahmedabad: હવે ગુજરાતમાં થશે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ; આ હોસ્પિટલમાં થશે સારવાર

KD હોસ્પિટલ અને KIMS હોસ્પિટલના સહયોગથી આ સુવિધા સફળ બની

અમદાવાદની કુસુમ ધીરજલાલ હોસ્પિટલ અને હૈદરાબાદની KIMS હોસ્પિટલ દ્વારા ફેફસા ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સુવિધા માટે જોડાણ કરવામાં આવ્યું છે. જે લોકો ફેફસાની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓ માટે અંતિમ તબક્કામાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવામાં આવશે

વધુ જુઓ ...
Parth patel, Ahmedabad: આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ( Civil Hospital ) કિડની, લીવર, નાના આંતરડા, ગર્ભાશય જેવા અંગોના ટ્રાન્સપ્લાન્ટની સુવિધાઓ તથા તેની મંજૂરીઓ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં KD હોસ્પિટલ ખાતે વધુ એક ટ્રાન્સપ્લાન્ટની (Transplant) સુવિધાની મંજૂરી મળી ગઈ છે. જેમાં હવેથી ફેફસા ટ્રાન્સપ્લાન્ટની (Lung Transplant) સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ફેફસાની બીમારીના અંતિમ તબક્કાના દર્દીઓને આ સારવાર પૂરી પાડવામાં આવશે

આ માટે અમદાવાદની ( Ahmedabad ) કુસુમ ધીરજલાલ હોસ્પિટલ (KD Hospital) અને હૈદરાબાદની ( Hyderabad ) KIMS હોસ્પિટલ દ્વારા ફેફસા ટ્રાન્સપ્લાન્ટની આધુનિક સુવિધા માટે જોડાણ ( Attachment ) કરવામાં આવ્યું છે. આમાં જે લોકો ફેફસાની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓ માટે અંતિમ તબક્કામાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટની સારવાર ( Treatment ) પૂરી પાડવામાં આવશે. અમદાવાદ હવે ધીરે ધીરે મેડિકલ (Medical) જગતમાં આગવી સુવિધાઓ સાથે આગળ વધતું જાયન્ટ શહેર બની રહ્યું છે.

KD હોસ્પિટલ અને KIMS હોસ્પિટલના સહયોગથી આ સુવિધા સફળ બની

થોડા સમય પહેલા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની (Uterine Transplant) સુવિધા ઉભી કરવામાં આવી છે અને હવે બીજી તરફ અમદાવાદમાં KD હોસ્પિટલ ખાતે ફેફસા ટ્રાન્સપ્લાન્ટની સુવિધાનો (Facility) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં KD હોસ્પિટલ અને KIMS હોસ્પિટલના સંયોજનથી (Combination) ફેફસા ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સફળ બનશે.

આ પણ વાંચો: અંગ દાન એજ મહાદાન: ગુજરાતના યુવકે નાના આંતરડાનું દાન કરી મુંબઈના યુવકને આપ્યું પીડા મુક્ત જીવન

આ અંગે હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ ઇન્ટરવેનશનલ પલ્મોનોલોજિસ્ટ (Interventional Pulmonologist) તથા ફેફસા ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત (Expert) ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું કે જે લોકો ફેફસાની બીમારીથી પીડાય છે તેવા દર્દીઓને અંતિમ તબક્કાનું ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ એ એક ચોક્કસ સારવાર છે. આ સુવિધાથી શ્વાસના રોગીઓ (Respiratory Diseases) માટે આશાનું કિરણ જોવા મળ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં શ્વાસના રોગીઓ વધતા જાય છે ત્યારે આપણે સાથે મળીને તેની સારવાર અંગે સહિયારો પ્રયાસ કરવો પડશે.



ઓક્સિજનની સતત જરૂર પડે તેવા લોકો માટે ફાયદાકારક

KD હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ અને ક્રિટીકલ કેર (Critical Care) સંભાળે છે તેવા ડો. હરજીત ડુમરા એ જણાવ્યું હતું કે અંતિમ તબક્કામાં શ્વાસના રોગો દર્દીઓ માટે ઘણા મુશ્કેલ બની જાય છે. જ્યારે આવા દર્દીઓ (Patient) પથારીવશ બની જાય છે ત્યારે તેમના માટે ઓક્સિજનની (Oxygen) સતત જરૂર પડે છે. તેવામાં આ સુવિધા ઘણી ફાયદાકારક છે.

આ પણ વાંચો: વિશ્વ ઉમિયાધામમાં મોટિવેશનલ સ્પીકર સ્પર્શ શાહનો આ તારીખે યોજાશે કાર્યક્રમ; માઈન્ડ પાવર અંગે માર્ગદર્શન આપશે

આ અંગે થોરાસિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (Organ Transplant) અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના ચેર અને ડાયરેક્ટર ડો. સંદીપ અટ્ટાવાર તથા KD હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો. અદિત દેસાઈ એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ફેફસાના (Lungs) રોગથી પીડાતા દર્દીઓને સૌથી અદ્યતન, વ્યાપક અને આવા રોગો (Diseases) માટે પોસાય તેવા ભાવે નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવશે. KD હોસ્પિટલ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે રાજ્યના તેમજ બહારના દર્દીઓને પણ નિષ્ણાત અને અનુભવી તજજ્ઞોના હાથે સારવાર મળે.
First published:

Tags: Hospitals, Infection Disease, Lungs, Patients, અમદાવાદ