Home /News /ahmedabad /અકસ્માતમાં મોતને ભેટેલા કિશનભાઈના પરિવારના નિર્ણયે સૌને ચોંકાવ્યા, અંગદાનની તૈયારી દર્શાવી

અકસ્માતમાં મોતને ભેટેલા કિશનભાઈના પરિવારના નિર્ણયે સૌને ચોંકાવ્યા, અંગદાનની તૈયારી દર્શાવી

સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન

Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે.

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા અંગદાનના સેવાયજ્ઞમાં 95માં અંગદાતા તરીકે ગાંધીનગરના કિસનભાઇ વાધેલાનું નામ જોડાયું છે. 52 વર્ષના કિસનભાઇ કે જેઓ મૂળ ગાંધીનગરના રહેવાસી હતા અને તેઓને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સધન સારવાર બાદ ત્રણ દિવસના સંપૂર્ણ પ્રયાસો ના અંતે માથાના ભાગમાં થયેલ ગંભીર ઇજાના પરિણામે આખરે હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

પરિવારજનોએ અંગદાન માટે સહમતિ દર્શાવી


કિસનભાઇ વાધેલાને બ્રેઇનડેડ જાહેર કરતા સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલ સમગ્ર ટીમ પરિવારજનોને અંગદાન માટે પ્રેરવા કાર્યરત બની હતી. અંગદાનની સમગ્ર કામગીરીમાં શરૂઆતથી જ નિષ્ઠાભાવપૂર્ણ જોડાયેલા ડૉ. પુંજીકા અને તેમની ટીમે દર્દીના સગાને અંગદાન માટે કાઉન્સેલીંગ કર્યું. પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને કોઇપણ બીજી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સહમતિ દર્શાવી દીધી હતી.

આ પણ વાંચો: દહેજના દાનવોનો પરિણીતાને પર ત્રાસ, પતિએ કહ્યુ - ‘તારા ભિખારી બાપને કહેજે 20 લાખ આપે!’

બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા


અંગદાનની સહમતિ દર્શાવતા ડૉ. પુંજીકા અને તેમની સમગ્ર ટીમ બ્રેઇનડેડ કિસનભાઇને રીટ્રાઇવલ રૂમમાં લઇ ગયા. જ્યાં અંદાજીત 5 થી 6 કલાકની ભારે જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. બંને કિડનીને સિવિલ મેડિસીટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં, જ્યારે લીવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયાનુ પ્રાથમિક સોપાન પરિવારજનોનું કાઉન્સેલીંગ અને તેમની સહમતિ છે. જેના વિશે વધુમાં ડૉ.પુંજીકા કહે છે કે, છેલ્લા એક વર્ષથી સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન પ્રત્યે જાગૃકતા પ્રવર્તી છે.

લોકોને નવજીવન આપવા માટે અનુરોધ


આ ક્ષણે તબીબે સમાજના દરેક વર્ગને અંગદાનના સેવાયજ્ઞમાં જોડાઇને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે અનુરોધ કર્યો છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે અંગદાનનો સેવાયજ્ઞ આદરીને સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યો માટે અંગદાન  ક્ષેત્રે સારથીની ભૂમિકા અદા કરી છે. રાજ્યની અન્ય હોસ્પિટલ પણ સિવિલ હોસ્પિટલની કાર્યપ્રણાલીથી પ્રેરણા લઇને અંગદાન થકી નવજીવન આપવાની કામગીરીમાં નિષ્ઠાપૂર્વક જોડાઇ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલ 95 અંગદાન થકી 298 અંગોનું દાન મળ્યું છે. જેને 276 જરૂરિયાતમંદ અને પીડિત દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Organ donation, અંગદાન, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन