Home /News /ahmedabad /અમદાવાદ: પૈસાની લાલચમાં ખેલાયો ખુની ખેલ, દિવાળીની બોનસમાં છોકરી આવી અને...

અમદાવાદ: પૈસાની લાલચમાં ખેલાયો ખુની ખેલ, દિવાળીની બોનસમાં છોકરી આવી અને...

પોલીસને પહેલા વસંત ભાઈ ગુમ થયા હોવાની જાણ કરાઈ હતી.

Ahmedabad Crime: પૂછપરછમાં દિપક ભાંગી પડ્યો અને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ 5 હજાર રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ પણ કરી હોવાનું સામે આવતા પોલીસે તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો સનસનીખએજ મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકની મળેલી લાશ મામલે હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથીકર્મીએ જ દિવાળીના બોનસના પૈસા માટે છોકરી મળવા માંગે છે તેવી ટ્રેપ ગોઠવી મૃતકને બોલાવી હત્યા કરી નાખી હતી.

સમગ્ર બાબતને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી દિપક જે હાલ વટવા જીઆઇડીસી પોલીસની કસ્ટડીમાં છે. આરોપી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપી દિપક વટવા જીઆઇડીસીમાં નોકરી કરતો હતો. દિવાળી દરમિયાન સાથીકર્મી વસંત પટેલ પાસે પગાર અને બોનસના પૈસા હોવાનું જણાતા આરોપી દીપકે વસંતને રોપડા પાસે ઝાડીમાં મળવા બોલાવ્યો હતો. અહીં એક છોકરીને લાવ્યો છું તેવી ખોટી ટ્રેપ ઉભી કરી વસંતને આ આરોપી દીપકે બોલાવ્યો હતો. જ્યાં ઝાડીમાં ઠંડા કલેજે આઠેક ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસની પ્રથમ યાદી Exclusive ન્યૂઝ 18 ગુજરાતી પર, જાણી લો ક્યા નામની બની પેનલ

પોલીસને પહેલા વસંત ભાઈ ગુમ થયા હોવાની જાણ કરાઈ હતી. જેની તપાસ ચાલી રહી હતી. તેવામાં જ વિકૃત હાલતમાં એક લાશ મળી આવી હતી. જેથી વસંત ભાઈના પરિવારજનોને બોલાવી ખાતરી કરાવતા આ લાશ વસંત ભાઈની હોવાનું સામે આવ્યું હતું. તો તપાસમાં દિપક સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પણ દિપક ન મળી આવ્યો જેથી તે દિવાળીમાં બિહાર ભાગી ગયો હોવાનું જણાતા પોલીસ બિહાર પહોંચી અને દીપકની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

પૂછપરછમાં દિપક ભાંગી પડ્યો અને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ 5 હજાર રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ પણ કરી હોવાનું સામે આવતા પોલીસે તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બાબતને લઈને પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપી અન્ય કોઈ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે પણ તપાસમાં પોલીસ લાગી છે. નોંધનીય વાત એ પણ છે કે આવી જ રીતે રિવરફ્રન્ટ ઈસ્ટમાં પણ એક યુવકની બિનવારસી લાશ મળી આવી છે અને જે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन