અમદાવાદ: પરિશ્રમ એ જ સાચો પારસમણી છે તે વાક્યને અમદાવાદની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ ખરા અર્થમાં સાર્થક કર્યું છે. આમ તો ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ અવ્વલ રહી છે. અને તેમાંય ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની વિદ્યાર્થિનીઓ બોર્ડમાં ઝળકી છે. આ વિદ્યાર્થિનીઓએ ન્યુઝ 18 ગુજરાતી સાથે સફળ થવાની ટીપ્સ વર્ણવી છે.
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થિઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતના પરિણામમાં મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. ન્યુઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા પ્રાચી જણાવે છે કે મારે 99 પર્સેન્ટાઈલ અને 95 ટકા આવ્યા છે. સફળ થવા માટે તે જણાવે છે કે રોજે રોજ તૈયારી કરવી ધ્યેય સુધી પહોંચવા પુરી મહેનત કરવી જોઇએ. માતા-પિતા અને શિક્ષકો પાસેથી પુરો સપોર્સ મળ્યો છે. ધ્યેય પ્રાપ્ત કરવા આપણે કોઈને નડવા ન જોઈએ. ઓછા માર્કસ આવે તેનાથી ડગી જવાની જરુર નથી. મારુ મન વાંચન માટે તૈયાર હોય ત્યારે જ તૈયારી કરતી. રોજ 8થી 10 કલાક વાંચન કરવું જોઈએ. મારે IAS બનવાની ઈચ્છા છે.
ખુશીને 90 ટકા જ્યારે 99.66 પર્સેન્ટાઈલ આવ્યા છે. ગોલ સેટ કરીને વાંચન કરવું જોઈએ. સારા ટકા માટે નહિ મહેનત દેખાય તે રીતે તૈયારી કરવી જોઈએ. ડોક્ટર બનવાની ઈચ્છા છે. માતા સીલાઈકામ અને પિતા ખાનગી હોસ્પિટલમાં કેરટેકર છે. સફળ થવાનો મંત્ર આપતા અન્ય વિદ્યાર્થીઓમાં દિશા પ્રજાપતિ જેણે ધોરણ 10માં 90 ટકા મેળવ્યા છે અને પર્સેન્ટાઈલ 98.96 રહ્યાં છે. મહેનત કરો તો ધાર્યુ પરિણામ મળી શકે છે. ધોરણ 10 જ્યારથી શરુ થાય ત્યારથી તમે મહેનત કરવાનું શરુ કરી દો તો કોઈ ટેન્શન પાછળથી રહેતું નથી. મારા પરિવારમાં માતા પિતા અને બા છે. હુ એક જ દીકરી છુ મારા પિતા કડિયાકામ કરે છે. મારે સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવું છે.
હર્ષિતાના પિતા પણ કડિયાકામ કરે છે તેના 88 ટકા આવ્યા છે. તે જણાવે છે કે પરિવાર અને શિક્ષકોનો સપોર્ટ ખુબ રહ્યો અને એક્ઝામને રીલેક્સ થઈ ને અમે આપી છે. મારા પિતા કડિયાકામ કરે છે અને માતા સિલાઈકામ કરે છે. તો નીધિ પ્રજાપતિ જણાવે છે કે તેને 88 ટકા અને 98 પર્સેન્ટાઈલ આવ્યા છે. તૈયારી માટે રોજના બે કલાક આપતી હતી. બોર્ડની પરીક્ષા આપવા પહેલાથી જ તૈયાર હતા. તે પોતે સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધવા માંગે છે.