Home /News /ahmedabad /વાલીઓ સાવધાન! યુવાધન હવે દારૂ હુક્કા નહીં પણ આ વસ્તુના બન્યા વ્યસની, અમદાવાદમાં પ્રથમ કેસ કરાયો

વાલીઓ સાવધાન! યુવાધન હવે દારૂ હુક્કા નહીં પણ આ વસ્તુના બન્યા વ્યસની, અમદાવાદમાં પ્રથમ કેસ કરાયો

આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.

શહેરમાં પ્રથમ વખત ઈ-સિગારેટનો ધંધો કરનારા 10 લોકો સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી એક આરોપી ધરપકડ કરી છે.

અમદાવાદ: શહેરમાં હુક્કાબાર પર પોલીસનું નિયંત્રણ વધતા હવે યુવાનોમાં નિકોટીનવાળી ઈ-સિગરેટનો ક્રેઝ વધ્યો છે. પીસીબીની ટીમે ઈ-સિગરેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી અને સેટેલાઇટ વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી ઈ-સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી છે. ઈ-સિગારેટનું મીની હુક્કાબારનું બજાર જોઈ પોલીસે પણ અન્ય રાજ્યોના તાર ખોલી નાખતા વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધિત હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઈ-સિગારેટ રૂપમાં શરૂ થઇ છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઈ-સિગારેટ બજારમાં મળી રહે છે. અને યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીનવાળી ઈ-સિગારેટના વ્યસની બની ગયા છે. જેને લઈ પીસીબી એક બાતમી મળતા સેટેલાઇટની સ્મોકર્સ રિટેલ્સ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીના જુદી જુદી ફ્લેવરના ઈ-સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડીવાઇસ, ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચિઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા પોલીસે સન્ની કાકવાણી નામના શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં SBI બેંકના ATM માંથી પૈસા કપાઈ ગયા પણ વિડ્રોલ નથી થયા તો ચેતી જજો?

પીસીબી દ્વારા ઈ-સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સહિત મુંબઈનું કનેક્શન સામે આવ્યું છે. પકડાયેલ આરોપી સન્ની કાકવાણીની પૂછપરછમાં મુંબઈના અલી, મમલી અને ઐબાની પાસેથી નશાની ઈ-સિગારેટ આણંદનો ઈ-મિસ્ટ કંપનીનો હાર્દિક ત્રિવેદી કુરિયર દ્વારા મગાવતો હતો. અને આરોપી સન્ની અમદાવાદના જુદા-જુદા પાન પાર્લર જેવા કે વીજળીઘર પાસે આવેલું આશીકી પાન પાર્લર સહિત વેરાવળ અને ગાંધીનગરમાં આ જથ્થો મોકલતો હતો.

મહત્વનું છે કે ઈ-સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાર્જીગવાળી ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે..આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો- નવરાત્રી 2022: ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે ભંગ, વરસાદ થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન

શહેરમાં પ્રથમ વખત ઈ-સિગારેટનો ધંધો કરનારા 10 લોકો સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી એક આરોપી ધરપકડ કરી છે. અને પકડાયેલ આરોપી પાસેથી 2.51 લાખનો ઈ-સિગારેટ અને હુકાબારનો મુદ્દામાલ જપ્ત કરી એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યો છે. આ નશાના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, અમદાવાદ પોલીસ