હાઈકોર્ટે રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને કાલુપુર લઇ જવા આપી મંજૂરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 9:13 AM IST
હાઈકોર્ટે રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને કાલુપુર લઇ જવા આપી મંજૂરી
અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં ખસેડવાની મંજૂરી આપી દીધી છે.આ ઉપરાંત રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને ખસેડવા સામેનો સ્ટે પણ હાઈકોર્ટે હટાવી લીધો છે.સુનાવણી દરમિયાન રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલ એડ્વોકેટ એસોસિએશનના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે આરસીટીમાં મોટા ભાગે રેલવે વિભાગ સામે જ કેસ કરવામાં આવતા હોય છે અને જો રેલવેના પ્રાંગણમાં જ આરસીટી હોય તો કેસની ન્યાયિક પ્રક્રિયાને અસર થઈ શકે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 9:13 AM IST

અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને કાલુપુર રેલવે સ્ટેશનના પ્રાંગણમાં ખસેડવાની મંજૂરી આપી દીધી છે.આ ઉપરાંત રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને ખસેડવા સામેનો સ્ટે પણ હાઈકોર્ટે હટાવી લીધો છે.સુનાવણી દરમિયાન રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલ એડ્વોકેટ એસોસિએશનના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે આરસીટીમાં મોટા ભાગે રેલવે વિભાગ સામે જ કેસ કરવામાં આવતા હોય છે અને જો રેલવેના પ્રાંગણમાં જ આરસીટી હોય તો કેસની ન્યાયિક પ્રક્રિયાને અસર થઈ શકે છે.

કાલુપુર વિસ્તાર એ ભારે ભીડ ભાડવાળો વિસ્તાર છે અને ત્યાં વકીલ અને અસીલને આવવા જવામાં તકલીફ પડશે.આ ઉપરાંત આરસીટીને ખસેડવાનો નિર્ણય લેવાની સત્તા કાયદા વિભાગને છે તેના બદલે રેલવે વિભાગે નિર્ણય લીધો જે અયોગ્ય છે.

બીજી તરફ કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે હાલ મેમનગરમાં રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલ આવેલુ છે અને તેના માટે ભાડુ ચુકવવુ પડે છે. જ્યારે કાલુપુરમાં રેલવેનુ પોતાનુ જ બિલ્ડીંગ છે.જેથી ભાડુ આપવાના આર્થિક બોજમાંથી રાહત મળશે.રેલવે ક્લેઈમ ટ્રિબ્યુનલને ખસેડવા સામેની અરજી ફગાવાઈ

હાઈકોર્ટે ફગાવી અરજી

હાઈકોર્ટે આરસીટીને ખસેડવા સામેને સ્ટે પણ હટાવ્યો

રેલવે વિભાગે મેમનગરમાં રહેલી આરસીટીને કાલુપુરમાં ખસેડવા લીધો નિર્ણય

રેલવે વિભાગના નિર્ણય સામે હાઈકોર્ટમાં થઈ હતી અરજી

First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर