Home /News /ahmedabad /ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

આજે મોડી રાત્રે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે.

  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે એવામાં આમ આદમી પાર્ટીથી લઇ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પણ પોતાના ઉમેદવારોને લઇ મનોમંથન કરી રહી છે. આવામાં આજે મોડી રાત્રે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે.

  કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. 11 આદીવાસી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. 7 અન્ય સવર્ણ ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપી છે.

  કોંગ્રેસના 43 ઉમેદવારોની પ્રથમ યાદીનું લિસ્ટ.


  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

  01. અંજારથી રમેશભાઈ એસ. ડાંગર
  02. ગાંધીધામ SCના ઉમેદવાર ભરત વી સોલંકી
  03. ડીસાથી સંજયભાઈ ગોવાભાઈ રબારી
  04. ખેરાલુથી મુકેશભાઈ એમ દેસાઈ
  05. કડી SCના ઉમેદવાર પરમાર પ્રવિણભાઈ ગણપતભાઈ
  06. હિંમતનગરથી કમલેશભાઈ જ્યંતિભાઈ પટેલ
  07. ઈડર SCના ઉમેદવાર રમાભાઈ વિરચંદભાઈ સોલંકી
  08. ગાંધીનગર દક્ષિણથી ડૉ. હિમાંશુ વી પટેલ
  09. ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞીક
  10.એલિસ બ્રિજથી ભીખુ દવે
  11. અમરાઈવાડીથી ધરમેન્દ્ર શાંતિલાલા પટેલ
  12. દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા
  13. રાજકોટ દક્ષિણથી હિતેશભાઈ એમ વોરા
  14. રાજકોટ રૂરલથી સુરેશભાઈ કરશનભાઈ બથવાર
  15.જસદણ ભોળાભાઈ ભુરાભાઈ ગોહીલ
  16. જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા
  17. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
  18. કુતિયાણાથી નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા
  19.મણાવદરથી અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી
  20. મહુવાથી કનુંભાઈ કલસરિયા
  21. નડિયાદથી ધ્રુવલ સાધુભાઈ પટેલ
  22. મોરવાહડફથી STના ઉમેદવાર સ્નેહનબેન ગોવિંદભાઈ ખંત
  23.ફતેપુરથી STના ઉમેદવાર રઘુ દીતાભાઈ મછાર
  24.ઝાલોદથી STના ઉમેદવાર ડૉ. મિતેશ કે ગરાસિયા
  25. લીમખેડાથી STના ઉમેદવાર રમેશ કુમાર ગુંડિયા
  26. સંખેડાથી STના ઉમેદવાર ભીલ ધીરુભાઈ ચુનિલાલ
  27. સયાજીગુંજથી અમી રાવત

  ગત ચૂંટણીમાં કોણે બાજી મારી હતી?

  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.  કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarat Assembly, Gujarat Assembly Election 2022, Gujarat Assembly Elections 2022

  विज्ञापन
  विज्ञापन