નલિયાકાંડઃહાઈકોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં તપાસપંચ નિમાશે

A
Updated: January 1, 1970, 5:30 AM IST
નલિયાકાંડઃહાઈકોર્ટના નિવૃત્ત જજની આગેવાનીમાં તપાસપંચ નિમાશે
ગાંધીનગરઃબહુચર્ચિત નલિયા દુષ્કર્મકાંડની તપાસ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળા પંચ દ્વારા કરાવવા માટેની જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી હતી. મંગળવારે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે,સીએમ વિજય રૂપાણીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે નલિયાકાંડની તપાસ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યકક્ષતાવાળા પંચ દ્વારા કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે તપાસ પુરી કરવામાં આવશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગરઃબહુચર્ચિત નલિયા દુષ્કર્મકાંડની તપાસ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળા પંચ દ્વારા કરાવવા માટેની જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી હતી. મંગળવારે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે,સીએમ વિજય રૂપાણીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે નલિયાકાંડની તપાસ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યકક્ષતાવાળા પંચ દ્વારા કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે તપાસ પુરી કરવામાં આવશે. નોધનીય છે કે, કચ્છના નલિયાકાંડમાં મામલે ૨૫ જાન્યુઆરીએ નોંધાયેલી ફરિયાદમાંઆરોપીઓમાં ભાજપના સ્થાનિક નેતાઓનો સમાવેશ થતો હોવાની બાબત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આરોપીઓમાં ઝડપાયેલા અજીત રામવાણી આરએસએસના નેતા, ગાંધીધામ નગરપાલિકાના કોર્પોરેટર અને ભુજ શહેર ભાજપના સહપ્રભારી છે. ગોવિંદ પારૂમલાણી પણ આરએસએસના નેતા અને ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી છે. જયારે વસંત ભાનુશાળી ગાંધીધામ નગરપાલિકાનો કોર્પોરેટર છે જે ગત ટર્મમાં કારોબારી ચેરમેન હતો. નલિયા બળાત્કારમાં પીડિતાએ કુલ ૧૦ સામે ફરિયાદ નોંધાવી હતી પાછળથી જે પૈકી એક સામેની ફરિયાદ પાછી લીધી હતી. હવે વિપુલ ઠક્કર નામનો એકમાત્ર આરોપી નાસતો ફરી રહ્યો છે. મહિલા આયોગની ટીમ દ્વારા પણ  પીડિતા અને તેના પતિ સાથે મુલાકાત લઈને સમગ્ર મામલાની માહિતી મેળવવામાં આવી  હતી. નલિયાકાંડ ની તપાસ હાઇકોર્ટના નિવૃત જજ પાસે કરાવવાની માંગણી વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહને ખાતરી આપી હતી.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर