શહીદ જવાનોના સંતાનોને 100 ટકા સ્કોલરશીપ મળશે

દેશના રક્ષણ કાજે પોતાનું બલીદાન આપનાર આર્મી, નેવી,એરફોર્સ અને પેરામીલીટરી ફોર્સીસ તેમજ પોલીસના શહીદ જવાનોના સંતાનોને સ્કોલરશીપ આપવામાં આવશે.

News18 Gujarati
Updated: July 11, 2019, 6:00 PM IST
શહીદ જવાનોના સંતાનોને 100 ટકા સ્કોલરશીપ મળશે
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 11, 2019, 6:00 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દેશના રક્ષણ કાજે પોતાનું બલીદાન આપનાર આર્મી, નેવી,એરફોર્સ અને પેરામીલીટરી ફોર્સીસ તેમજ પોલીસના શહીદ જવાનોના સંતાનોને સ્કોલરશીપ આપવામાં આવશે. આ સંતાનોને અભ્‍યાસ માટે અભ્‍યાસક્રમમાં 100 ટકા ટૂયુશન ફી માફી અથવા સ્‍કોલરશીપ આપવામાં આવશે.

અમદાવાદની યુનિવર્સિટી દ્રારા બેચલર ઓફ ટેકનોલોજી,બેચલર ઓફ સાયન્‍સ, બેચલર ઓફ આ્રકીટેકચર, બેચલર ઓફ ડીઝાઈન,બેચલર ઓફ કોમર્સ , બેચલર ઓફ બીઝનેસ એડમીનીસ્‍ટ્રેટીવ,માસ્‍ટર ઓફ સાયન્સ, માસ્‍ટર ઓફ બીઝનેસએડમીનીસ્‍ટ્રેટીવ,ડોકટર ઓફ ફિલોસોફી, માસ્‍ટર ઓફ કોમ્‍પ્‍યુટર એપ્‍લીકેશન, માસ્‍ટર ઓફ ટેકનોલોજી વગેરે અભ્‍યાસ ક્રમમાં સ્‍કોલરશીપ આપવામાં આવશે.

જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનવસવાટ કચેરી જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર,પોરબંદર,,જૂનાગઢ,દ્રારકા,ગીર સોમનાથના તમામ સૈનિકો/જવાનનોના સંતાનોને લાભ લેવા જણાવવામાં આવ્‍યું છે.

આ પણ વાંચોઃ-દારૂબંધીની વાતો વચ્ચે અ'વાદ-ગાંધીનગરમાં 20 હોટેલને દારૂ વેચવાની છૂટ !

વધુ માહિતી માટે વેબસાઈટ info@indusuni.ac.in પર જોવા જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનવસવાટ કચેરી જામનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...