Home /News /ahmedabad /વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા, જાણો જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કેવી છે વ્યવસ્થા
વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા, જાણો જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કેવી છે વ્યવસ્થા
સૌથી મોટી ભરતી પરીક્ષા
Junior Clerk Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ-3ની આવતીકાલે સ્પર્ધાત્મક પરીક્ષા સવારે 11-00થી 12-00 કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટે કુલ:-9,53,723 ઉમેદવારો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-2995 પરીક્ષા કેન્દ્રો તથા 31,794 વર્ગખંડો ખાતે યોજાશે.
અમદાવાદ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ-3ની આવતીકાલે સ્પર્ધાત્મક પરીક્ષા સવારે 11-00થી 12-00 કલાક દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટે કુલ:-9,53,723 ઉમેદવારો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ-2995 પરીક્ષા કેન્દ્રો તથા 31,794 વર્ગખંડો ખાતે યોજાશે. પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા
વિધાનસભા ચૂંટણી બાદ 29 જાન્યુઆરીએ રવિવારે રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષા યોજાવાની છે. પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં જોડાશે. 200થી વધારે ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ કાર્યરત રહેશે. પરીક્ષાર્થીઓએ 9:30 કલાકે વર્ગ ખંડમાં પહોંચી જવાનું રહેશે. તમામ ક્લાસરૂમ સીસીટીવીથી સજ્જ કરાયા છે. ઉમેદવારોને પેન, આઈકાર્ડ અને કોલ લેટર સિવાય કંઈપણ લઇ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ-42 જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે ૨૪x૭ હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે.
પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી 291 જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવેલ છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાલક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-939 જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. આ દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે મહિલા ઉમેદવારો માટે મહિલા પોલીસ કર્મીઓ અને પુરૂષ ઉમેદવારો માટે પુરૂષ પોલીસ કર્મીઓ ધ્વારા ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા 100% ફ્રીસ્કીંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લુ-ટુથ, ઇયર ફોન વિગેરે ઇલેકટ્રોનીકસ ગેઝેટ લઇ જઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આ અંગેના પ્રતિબંધક જાહેરનામાં સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા બહાર પાડી દેવાયુ છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોની OMR શીટ ઉપર ઉમેદવારના ડાબા હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની OMR શીટનું સ્કેનીંગ જિલ્લા કક્ષાએથી જ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ હેઠળ કરવામાં આવશે. અને સ્કેનીંગ કાર્ય પૂર્ણ થયા બાદ તુરંત મંડળની વેબસાઈટ ઉપર સર્ચ ઓપ્શન સાથે અપલોડ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાની OMR શીટ જોઈ શકશે અને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશે.