Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓનો રાષ્ટ્ર પ્રત્યે સંઘ ભાવના, બિન-સાંપ્રદાયિકતાનો સંદેશો આપવા અનોખો પ્રયાસ

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓનો રાષ્ટ્ર પ્રત્યે સંઘ ભાવના, બિન-સાંપ્રદાયિકતાનો સંદેશો આપવા અનોખો પ્રયાસ

દેશના

દેશના વિકાસમાં સૌ એકજૂથ થાય તથા લોકોમાં દેશપ્રેમ વધે : હેમંતભાઈ પટેલ

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. જ્ઞાન્દા ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળીને ભારત દેશની સુંદર રચના કરી હતી. જેમાં ધોરણ 3 થી 8 ના 575 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

  dayParth patel, Ahmedabad: સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી અને હર ઘર તિરંગાની (Har Ghar Tiranga) ઉજવણી ગુજરાતની અલગ અલગ સ્કૂલો, કોલેજો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર દેશની જનતામાં (Public) એક અલગ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

  વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ ખીલી ઊઠે તે જરૂરી : જાગૃતિબેન પટેલ

  મહોત્સવના (Mahotsav) ભાગરૂપે શહેરની જ્ઞાન્દા ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળીને ભારત દેશની સુંદર રચના કરી હતી. જેમાં ધોરણ 3 થી 8 ના 575 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પહેલા તિરંગા યાત્રાનું ( Tiranga Yatra ) આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રધ્વજની ( National Flag ) કુલ લંબાઈ 1551 ફૂટ રાખવામાં આવી હતી. આટલા લાંબા રાષ્ટ્રધ્વજને લઈ જવા માટે સ્કૂલના 1551 સ્ટુડન્ટ્સએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રકારનું આયોજન અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌપ્રથમવાર કરવામાં આવ્યું હતું.આ અંગે જ્ઞાન્દા ગર્લ્સના આચાર્ય જાગૃતિબેન પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવે અને વિદ્યાર્થીઓમાં (Students) રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમભાવ ખીલી ઊઠે તથા સમગ્ર સૃષ્ટિની અંદર પર્યાવરણનું (Environment) જતન થાય અને સ્વચ્છતા અભિયાનની જાગૃતિ ફેલાય તે જરૂરી છે.

  દેશના વિકાસમાં સૌ એકજૂથ થાય તથા લોકોમાં દેશપ્રેમ વધે : હેમંતભાઈ પટેલ

  બીજી તરફ વાત કરીએ તો નૂતન વિદ્યા વિહાર સ્કૂલ દ્વારા આ મહોત્સવના ભાગરૂપે તથા વિશેષમાં આ તહેવારની (Festival) ઉજવણી કરવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લહેરાતો રાષ્ટ્રધ્વજ (National Flag) બનાવવામાં આવ્યો હતો. જેમાં 500 વિદ્યાર્થીઓએ ભેગા મળીને લહેરાતા તિરંગાનું સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્કૂલના પ્રિન્સિપાલ હેમંતભાઈ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રત્યે સંઘ ભાવના, સર્વ ધર્મ સમભાવના અને બિન-સાંપ્રદાયિકતાનો સંદેશો ફેલાવી ભાઇચારા અને શાંતિથી ભારત દેશનો વિકાસ (Development) કરવામાં લોકો એકજૂથ થાય તથા દરેક વ્યક્તિમાં દેશપ્રેમની (Patriotism) ભાવના વધે.

  આ પણ વાંચો : આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓમાં ભળ્યો દેશભક્તિનો રંગ; 500 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ બનાવી

  પુસ્તક વિમોચન, વૃક્ષારોપણ, તિરંગાનું વિતરણ દ્વારા કરાઈ રહી છે ઉજવણી

  જ્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા હિંદુ (Hindu) આધ્યાત્મિક સેવા સંસ્થાન સંપાદિત સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો પુસ્તકનું પણ વિમોચન અને તિરંગાનું (Tiranga) વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે GTUના કુલપતિ એ જણાવ્યું હતું કે સ્વતંત્રતા મેળવવા માટે આપણા અનેક શૂરવીરોએ બલિદાન (Sacrifice) આપ્યું છે. આ પ્રકારના પુસ્તકોથી વર્તમાન પેઢીને સ્વતંત્રતાના ભવ્ય ઈતિહાસ (History) અને રાષ્ટ્ર પ્રત્યેની મૂળભૂત ફરજોથી અવગત થાય.

  75 હજાર વૃક્ષારોપણ સાથે 75 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

  જ્યારે સાધના વિનય સ્કૂલ દ્વારા દેશના 75 સ્વાતંત્ર્ય શૂરવીરોની (Heroes) થીમ પર 400 ફૂટ લાંબી રાખડી બનાવવામાં આવી હતી. જેમાં દેશના 75 સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham) સંસ્થા દ્વારા 75 હજાર વૃક્ષારોપણ સાથે 75 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વૃક્ષોના વાવેતરનો (Plantation of Trees) સંકલ્પ પણ લીધો હતો. જેનાથી હવા અને પાણી બંનેનું પ્રદૂષણ (Pollution) અટકાવી શકાય.

  આ પણ વાંચો : અહી 51,000 પંચમુખી રુદ્રાક્ષમાંથી બનાવામાં આવ્યું છે મહા શિવલિંગ; દર્શન માત્રથી જ થાય છે દૂ:ખ દૂર

  આ સાથે દેશના તમામ નાગરિકની (Citizen) ફરજ બને છે કે ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા (Har Ghar Tiranga) અન્વયે તા. 13 થી 15 ઓગસ્ટ, 2022 સુધી લોકો પોતાના ઘરે, ઓફિસે, કચેરીએ, સંસ્થાઓ તથા તમામ જગ્યાઓએ તિરંગા (Tricolor) ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આપણે પણ સૌ ભાગીદાર બનીએ.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Celebrations, Independence, Independence day, School students, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन