ઘરમાં ઘૂસી યુવતીની છેડતી કરનારની ધરપકડ, ફૂડ ડિલિવરીનું કરતો હતો કામ

આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

News18 Gujarati
Updated: June 19, 2019, 9:02 PM IST
ઘરમાં ઘૂસી યુવતીની છેડતી કરનારની ધરપકડ, ફૂડ ડિલિવરીનું કરતો હતો કામ
આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
News18 Gujarati
Updated: June 19, 2019, 9:02 PM IST
નવીન ઝા, અમદાવાદઃ  અમદાવાદમાં ઘરમાં ઘૂસી યુવતીઓની છેડતી કરનારા નરાધમ આરોપીને પોલીસે દબોચી લીધો છે. નવરંગપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પ્રાથમિક વિગત પ્રમાણે આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રદીપસિંહે જણાવ્યું કે 15 જૂનના રોજ પીજીમાં રહેતી મહિલા સાથે છેડછાડનો મામલો બહાર આવ્યો હતો, એ સમયે ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર ન હતા હવે તેઓ ફરિયાદ નોંધાવવા તૈયાર છે. સ્થાનિક પોલીસ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેશે. હાલ પીજી માટેના હાલ કોઈ નિયમો નથી. મકાન માલિકે ભાડુઆતને મકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવાની હોય છે જેનો આગામી સમયમાં કડકાઈથી અમલ કરાવવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ VIDEO: જાણો કેવી રીતે યુવકે ઘરમાં ઘૂસીને મહિલા સાથે કર્યુ ઘૃણાસ્પદ કૃત્ય?

શું છે સમગ્ર મામલો ?

મોડી રાત્રે PGના મકાનમાં યુવક ઘૂસીને યુવતી સાથે શરમજનક કૃત્ય કરે છે અને આ ઘટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. આ વિકૃત યુવકનો વીડિયો વાયરલ થતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં મોડી રાત્રે એક PGના મકાનમાં યુવક ઘૂસે છે. અને સોફા ઉપર સુતી મહિલા સાથે અશ્લીલ હરકત કરે છે. રૂમમાં લગાવેલા સીસીટીવ કેમેરામાં જ તેની મહિલા સાથેની શારિરીક અડપલા કરવાની ઘટના કેદ થઇ છે.
First published: June 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...