ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને કરણી સેનાએ ફટકાર્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 12:52 PM IST
ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને કરણી સેનાએ ફટકાર્યો
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે મારપીટ કરાઇછે. જયપુર નજીક જયગઢ કિલામાં ચાલી રહેલી ફિલ્મ પદમાવતીની શુંટીગ દરમિયાન અહી કરણી સેનાએ હંગામો કરી તોડફોડ કરી હતી. પોલીસ અહી પહોચી 20 લોકોની અટકાયત કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 28, 2017, 12:52 PM IST
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે મારપીટ કરાઇછે. જયપુર નજીક જયગઢ કિલામાં ચાલી રહેલી ફિલ્મ પદમાવતીની શુંટીગ દરમિયાન અહી કરણી સેનાએ હંગામો કરી તોડફોડ કરી હતી. પોલીસ અહી પહોચી 20 લોકોની અટકાયત કરી છે.
નોધનીય છે કે જયગઢમાં શુટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ શુટિંગ યુનિટના સદસ્યો અને ડાયરેક્ટર ભણસાલી સાથે ગાળાગાળી કરી મારપીટ કરી હતી.
કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીને આ ઘટના પછી મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે સંજય લીલા ભણસાલી સાથે વાત થઇ છે તે ભાંડ છે અને આ તેનો ધંધો છે પરંતુ તેણે જણાવ્યું કે ફિલ્મ સાથે કોઇ પ્રકારની આપતિજનક સીન બતાવવામાં નહી આવે.
મારપીટ મામલે હજુસુધી કોઇ કેસ નોધાયો નથી. જ્યારે આ મામલે રાજસ્થાનના ગૃહમંત્રીકટારીયાએ કહ્યુ આ મામલે સખત કાર્યવાહી કરાશે. શુંટીગ વચ્ચે કરણી સેનાનો સેટ પર હંગામો કર્યો હતો.જયપુરના જયગઢમાં પદમાવતીની શુંટીગી ચાલી રહી છે.સેટ પર કરણી સેના દ્વારા તોડફોડ કરાઇ હતી.કરણી સેનાનો ઇતિહાસ સાથે છેડછાડનો આરોપ છે.કટારિયાએ કહ્યુ આવા મામલામાં ગુસ્સો સ્વાભાવિક છે પણ હાથમાં કાયદો ન લેવો જોઇએ.ભંસાલીએ કોઇ કેસ નોધાવ્યો નથી.

નોધનીય છે કે, રાજસ્થાનના રાજપુતોની આ કરણી સેના છે. તેમજ તેમનો આરોપ છે કે ભણસાલી દ્વારા બનાવાઇ રહેલી ફિલ્મ પદમાવતીમાં ઇતિહાસ સાથે છેડછાડ કરાઇ રહી છે.જેનો વિરોધ કરાયો છે.

ન્યુઝ18 ઇન્ડિયા સાથેની વાતચીતમાં મહિપાલ સિંહે કહ્યુ હતું કે રાણી પદમાવતી સાથે અલાઉદીન ખિલજીનો જે રોમાંસ દેખાડવાનો ફિલ્મમાં પ્રયાસ કરાયો છે. ખોટી રીતે ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કરાય છે જે નહી ચલાવી લેવાય. તેમણે કહ્યુ કે પદમાવતી ખરેખર એ મહિલા હતી જેણે પોતાની આન-બાન-શાન માટે જૌહર કર્યુ હતું.કરણી સેનાના આ કદમ પર હરબંસ મુખિયાનું કહેવું છે કે, ઇતિહાસ સાથે છેડછાડ કરણી સેના જેવા દળો કરે છે. જે રાષ્ટ્રવાદના નામ પર હિંસક કદમ ઉઠાવે છે.

પદમાવતી કોણ હતી જાણો

કહેવાઇ રહ્યા મુજબ રતનસેન ઐતિહાસિક વ્યક્તિ છે. તે ચિતોડના રાજા છે. પદમાવતી તેમની એ રાણી હતી જે સૌદર્યની પ્રશંસા સાભણીને તત્કાલીન સુલ્તાન અલાુદીન તેને પ્રાપ્ત કરવા ચિત્તોડ પર આક્રમણ કરી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. પરંતુ પદમાવતીના મૃત્યુને કારણે તેને પ્રાપ્ત કરી શકતો નથી.

 
First published: January 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर