0રથયાત્રા (Rath Yatra 2022)ના પાવન પર્વને લઈ ગણતરીના દિવસો બાકી છે. જ્યારે 145મી રથયાત્રાની તાડમાર તૈયારીઓને થઇ રહી છે. ત્યારે ગઇકાલે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad)માં એક ફોન કોલથી આખુ શહેર પોલીસ (Ahmedabad Police) દ્વારા લોક કરી દેવામાં આવ્યું હતું. પોલીસ કંટ્રોલ રૂમથી આવેલા એક ફોન કોલના કારણે અમદાવાદ પોલીસે શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટથી લઇ તમામ રોડ કોર્ડન કરી લીધા હતા અને શહેરમાંથી કોઇ બહાર ના નીકળી શકે તેવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે જ્યારે શહેરના નાગરીકો પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે શહેરની પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી. અમદાવાદ પોલીસને કંટ્રોલ રૂમમાંથી એક કોલ આવ્યો હતો જેમા જણાવાયું હતું કે, એક સિલ્વર કલરની કારમાં ચાર શંકાસ્પદ લોકો છે જેમને તાત્લાકિક ધોરણે ઝડપી પાડવાના છે. આ કોલ મળતા જ અમદાવાદ પોલીસે એક કલાક માટે આખા શહેરને લોક કરી દીધુ હતુ્ં અને શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટથી લઇ શહેરના રસ્તા અને બ્રિજ કોર્ડન કરી લીધા હતા. તેમજ પોલીસ દ્વારા તમામ રસ્તા પર ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરની અંદર અને બહારથી આવતી તમામ કરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બુધવારે રાતે 11.30 વાગ્યે અમદાવાદમાં અચાનક જ લોકડાઉન કરાયુ હતુ
કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે સિલ્વર કલરની કારમાં 4 શકમંદ ભાગ્યા
અમદાવાદ પોલીસની આ કામગીરી જોઇ શહેરના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા કે શું થયું હશે, આમ કેમ થઈ રહ્યું છે. જોકે પોલીસે નિષ્ઠારપૂર્વક પોતાની જવાબદારી સંભાળી લીધી હતી અને શહેરના તમામ રસ્તા પર આવતી તમામ ગાડીઓનું ચેકિંગ કર્યું હતું. જોકે આ દરમિયાન અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી તે શકમંદોની કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળતા મળી હતી. જોકે આ કારમાં જે ચાર શંકાસ્પદો હતા તે કોઇ ગુનેગાર કે આરોપી ન હતા પરંતુ તેઓ તમામ પોલીસ કર્મચારી જ હતા.
આ અંગે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનરનું કહેવું છે કે, આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જેને એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે એ જાણવા મળે છે.
તમને જણાવી દઇએ કે, ગણતરીના દિવસો બાદ શહેરમાં 145મી રથયાત્રા યોજાશે, જેમા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે તેમજ આ રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ જોડાશે તેમજ રાજ્યના નેતાઓથી લઇ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છ જેથી અમદાવાદ પોલીસે એક ડ્રીલ યોજી પોલીસ એક કલાકમાં કેટલી ઝડપી બની કાર્યવાહી કરે છે તેનું ચેકિંગ કરાયું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર