Home /News /ahmedabad /એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરે માંગી 30 લાખની લાંચ, ACB ની ટીમ ઇન્કમટેક્સ ઓફીસ પહોંચતા હોબાળો

એડિશનલ ઇન્કમટેક્સ કમિશનરે માંગી 30 લાખની લાંચ, ACB ની ટીમ ઇન્કમટેક્સ ઓફીસ પહોંચતા હોબાળો

એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર વિરુદ્ધમાં એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad ACB: આ ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદનાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખુબજ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપી અને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે રૂપિયા 30 લાખની લાંચની રકમની માંગણી કરી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: મોટું આર્થિક નુકસાન કરવાની ધમકી આપી અને નુકસાન ન થાય તેવું કામ કરવા માટે રૂપિયા 30 લાખની લાંચની માંગણી કરનાર એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર વિરુદ્ધમાં એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે એસીબી જ્યારે આરોપીને પકડવા માટે ઇન્કમટેક્સ ઓફિસ પહોંચે ત્યારે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ હોબાળાનો લાભ લઇ એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા છે.

વર્ષ 2021 માં ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદ વિંગ દ્વારા એસીબીના ફરીયાદીના ઘરે વ્યવસાયનાં સ્થળે તેમજ ફરીયાદીની કંપનીનાં કર્મચારીઓને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું. અને આ સર્ચ દરમ્યાન કબ્જે કરેલ કાગળો તથા કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રીપોર્ટ બનાવવામાં આવેલ અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ-1 નાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો.

આ ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદનાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખુબજ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપી અને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે રૂપિયા 30 લાખની લાંચની રકમની માંગણી કરી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણી લો વિદાય વચ્ચે ક્યાં ક્યાં પડશે વરસાદ

3જી ઓક્ટોબર ના દિવસે આરોપીએ ફરીયાદીને મળવા બોલાવેલ હતા. જેથી ફરીયાદી તેઓને મળવા તેમની ઓફિસે ગયા હતા, ત્યારે આરોપીએ ફરીયાદીને મદદ કરવાનાં ભાગ રૂપે રૂપિયા 30 લાખની લાંચની માંગણી કરેલ અને તે પૈસા આરોપીએ ફરીયાદીને ધારા નામની કુરીયર ઓફીસ, સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે સાંકેતિક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવેલ. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો- પોલીસ કમિશનરના રહેણાંક વિસ્તારમાં ગણતરીના દિવસોમાં ત્રીજી હત્યા

એસીબી એ છટકું ગોઠવી આંગડીયા પેઢીમાં આરોપીને આપવાના લાંચની રકમ રૂપિયા 30 લાખ જમા કરાવેલ હતી અને આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને એસીબી એ આંગડીયા પેઢીમાંથી આરોપીને આપવાના લાંચના નાણા રૂપિયા 30 લાખ કબ્જે કર્યા છે. જો કે એસીબીની ટીમ આરોપીને પકડવા માટે ઇન્કમટેક્સ ઓફિસ પહોંચતા જ હોબાળો થયો હતો. જેથી આરોપી તકનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
Published by:Rakesh Parmar
First published:

Tags: ACB Gujarat, ACB raid, Ahmedabad news, અમદાવાદ, ગુજરાત