Home /News /ahmedabad /નિકોલની ચોંકાવનારી ઘટના: લગ્નની લાલચ બાદ સગીરા પર દુષ્કર્મ, ગર્ભપાતની ગોળી, મિત્રની અઘટીત માંગણી અને...
નિકોલની ચોંકાવનારી ઘટના: લગ્નની લાલચ બાદ સગીરા પર દુષ્કર્મ, ગર્ભપાતની ગોળી, મિત્રની અઘટીત માંગણી અને...
પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં હકિકત સામે આવી છે કે સગીરા અને આરોપી પ્રિન્સ પ્રેમ સંબંધમાં હતા. જોકે સગીરાના માતાએ લગ્ન માટે રાહ જોવાનુ કહેતા પ્રિન્સે સંબંધ તોડી નાખ્યો હતો.
અમદાવાદ: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર પ્રેમીની નિકોલ પોલીસે ધરપકડ કરી છે. સાથે જ પ્રેમી યુવકના મિત્રએ અઘટીત માંગણી કરી હોવાથી તેની પણ ધરપકડ કરવામા આવી છે. મહત્વનું છે કે સગીરાને આરોપીએ ગર્ભપાતની ગોળી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. જ્યારે અન્ય આરોપીએ પણ તકનો લાભ લઇ સગીરા સાથે અઘટિત માંગણી કરી હોવાનો આક્ષેપ સગીરાએ કર્યો છે.
નિકોલ પોલીસ પ્રિન્સ પટેલ અને કૌશિક પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ નિકોલ પોલીસ મથકે બળાત્કાર, અઘટિત માંગણી અને ગર્ભપાતની ગોળી ખવડાવવા સહિત પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પ્રિન્સ પટેલની ધરપકડ કરવામા આવી છે. જોકે પ્રિન્સના મિત્ર કૌશિક પટેલે સગીરા સાથે અઘટિત માંગણી કરી હતી. જેથી તેની પણ ધરપકડ કરવામા આવી છે.
પોલીસ તપાસમાં હકિકત સામે આવી છે કે સગીરા અને આરોપી પ્રિન્સ પ્રેમ સંબંધમાં હતા. જોકે સગીરાના માતાએ લગ્ન માટે રાહ જોવાનુ કહેતા પ્રિન્સે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી આરોપીના મિત્ર કૌશિક પટેલે પણ સગીરાને ફરીથી પ્રિન્સ સાથે મિત્રતા બાંધવા માટે મદદ કરી આપવાની લાલચ આપી હતી. અને તકનો લાભ લઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી.
પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ગર્ભપાત અંગેના આક્ષેપને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.