Home /News /ahmedabad /

નરોડા હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા આપતા કહ્યું- આવા કેસમાં દયા ન દાખવી શકાય

નરોડા હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા આપતા કહ્યું- આવા કેસમાં દયા ન દાખવી શકાય

આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે.

આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે અને સાક્ષીઓના નિવેદન છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય. 

અમદાવાદ: નરોડા (Naroda)ના ગેલેક્ષી અંડરપાસના ખુણે ફેબ્રુઆરી 2018માં રિક્ષાચાલકને આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીએ બહેન સાથે આડા સબંધની અદાવતમાં ચપ્પાના દસથી બાર ઘા મારી મોત (Murder)ને ઘાટ ઉતાર્યો હતો. યુવકને જ ચપ્પુ ભોંકી દઈ ત્યાં જ ઊભો રહી ગયો હતો. આ દરમિયાન બે ટ્રાફિક પોલીસે (Traffic Police) યુવકને ઝડપી લઇ પોલીસ (Sardarnagar Police)નો સોંપ્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે (Ahmedabad Sessions Court) આરોપી યુવકને આજીવન કેદની સજા ફટકારી છે.

આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે અને સાક્ષીઓના નિવેદન છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.  ગરીબ આવાસ યોજના અમદુપુરા ખાતે રહેતો હિતેશ કાંતીભાઈ પટણી (ઉં.21) રિક્ષા ચલાવતો હતો. 20 ફેબ્રુઆરી 2018ની ઢળતી સાંજે તે પોતાની રિક્ષા લઈને નરોડા ગેલેક્ષી સિનેમા સામે કુબેરનગર અંડરપાસ પાસે રિક્ષા પાર્ક કરીને રોડની સાઈડમાં બેઠો હતો.

આ પણ વાંચો- અમદાવાદના વેપારીનું કૃત્ય, મુંબઈની મહિલા વેપારી સાથે દુષ્કર્મ બાદ હત્યાની કોશિશ

આ દરમિયાન ત્યાં ત્રણ યુવકો આવ્યાં હતાં. જે પૈકી કલ્પેશ નટવરભાઈ પટણી (રહે. કોઠાવાલી ચાલી, ચમનપુરા)એ પોતાની બેગમાંથી ચપ્પુ કાઢી હિતેશને આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું. આ જોઈ તેની સાથે આવેલા બે શખ્સો ઉપરાંત આસપાસ ઊભેલા લોકોમાં પણ નાસભાગ મચી હતી. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ચપ્પાના દસથી વધુ ઘા મારી આરોપી કલ્પેશ છેલ્લે હિતેશની છાતીમાં ચપ્પુ ભોંકી દઈને ત્યાં જ ઊભો રહી ગયો હતો. આ જોઈ નજીકમાં ટ્રાફિક પોઈન્ટ ૫ર ફરજ બજાવતા નયનભાઇ જીતેન્દ્રભાઇ ત્રિવેદી અને સુભાષભાઇ ભારતસિંહ ત્યાં દોડી આવ્યાં હતા અને આરોપીને ઝડપી સરદાનગર પોલીસને સોંપ્યો હતો.

આ પણ વાંચો- માતા 2 મહિનાની દીકરીને એકલી સુવડાવી ખરીદી કરવા ગઈ, બાળકીનું શંકાસ્પદ મોત

પોલીસના જણાવ્યા અનુસાર બહેન સાથે આડા સબંધની તકરારમાં હત્યા કરવામાં આવી હતી.આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ ભાવેશ પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, ગુનો પુરવાર થાય તેટલા સાક્ષીઓની જુબાની છે, દસ્તાવેજી પુરાવા પણ છે, સીસીટીવી ફૂટેજ જોતા આરોપીએ નિર્મમ હત્યા કર્યાનું ફલિત થાય છે. આરોપી ભલે નાની ઉંમરનો હોય પરંતુ ગુનો પુરવાર થાય છે આવા કિસ્સા સતત વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે માટે આરોપીને સખત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી કલ્પેશને આજીવન કેદની સજા ફટકારી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Gujarati news, Murder case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन