Home /News /ahmedabad /

Ahmedabad Loot: સીજીરોડ પર લાખ્ખોની ચિલઝડપ કરનારા બે ઝડપાયા, માસ્ટર માઇન્ડે ઘડ્યો હતો જબરજસ્ત પ્લાન.

Ahmedabad Loot: સીજીરોડ પર લાખ્ખોની ચિલઝડપ કરનારા બે ઝડપાયા, માસ્ટર માઇન્ડે ઘડ્યો હતો જબરજસ્ત પ્લાન.

આ સમગ્ર બનાવ પાછળ પપ્પુ ગારંગે માસ્ટર માઈન્ડ છે.

હંમેશા માટે ભરચક રહેલા એવા સી.જી. રોડ પર લાખોની ચીલઝડપ ની ઘટના બનતા જ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ દોડતી થઇ ગઇ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.

અમદાવાદ શહેર (Ahmedabad City)નાં ભરચક એવા સી.જી. રોડ (CG Road Loot) પરથી સમી સાંજે લાખ્ખો રૂપિયાની ચિલઝડપ (Robbery) કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 31 લાખ 37 હજાર કબ્જે કર્યા છે. અમદાવાદ શહેરના સી.જી. રોડ પર દશેક દિવસ પહેલા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઇને જઇ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી બોડીલાઈન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ થતાં એક્સેસ લઈને ઉભા હતા, તે દરમિયાન આરોપીઓ એક્સેસ ચાલક પાસેથી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા.

હંમેશા માટે ભરચક રહેલા એવા સી.જી. રોડ પર લાખોની ચીલઝડપ ની ઘટના બનતા જ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ દોડતી થઇ ગઇ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી. જેમાં બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિશાલ અને મનોજ સિંધી નામના આરોપીની ધરપકડ કરીને રૂપિયા 31 લાખ રોકડા અને ગુનામાં ઉપયોગ કરેલ વાહન જપ્ત કરેલ છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અન્ય એક ઈસમ પપ્પુ ગારંગે સાથે મળીને તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો- વિસાવદરમાં સગીર ઉંમરના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર

આ સમગ્ર બનાવ પાછળ પપ્પુ ગારંગે માસ્ટર માઈન્ડ છે. જોકે પોલીસના હાથે ઝડપાઈ જાય નહીં તે માટે તેણે જે દિવસે તેઓ આ બનાવને અંજામ આપવાના હતા તે દિવસે તેણે પોતાના નામ અને મોબાઈલ નંબર સાથે કોલ્હાપુરની ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી અને તેના નામે તેની પત્નીને કોલાપુર મોકલી હતી. આરોપીઓના ગુનાઇત ઇતિહાસની વાત કરીએ તો વિશાલ નામનો આરોપી અગાઉ સરદાર નગર, દરિયાપુર, વડોદરામાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુનામાં પકડાયેલા છે અને બે વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે.

આ પણ વાંચો- BSF માં હેડ કોન્સ્ટેબલ અને ASI ની ભરતી, પગાર 92,300 સુધી, અહીં કરો અરજી

જ્યારે મનીષ ઉર્ફે મનોજ સિંધી કાગડાપીઠ, એલિસ બ્રિજ, નવરંગપુરા, સરદાર નગર, એરપોર્ટ ચોરી તથા દારૂના ગુનામાં અને રાજકોટ તેમજ વડોદરા શહેરમાં બેગ લિફ્ટીગના ગુનામાં પકડાયેલ છે. ચારથી પાંચ વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય વોન્ટેડ આરોપી પપ્પુને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad Loot, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन