Home /News /ahmedabad /

અમદાવાદ: પ્રેમીકાએ પ્રેમી સાથે મળી માલિકના 24 લાખની કરી અનોખી રીતે ઠગાઈ

અમદાવાદ: પ્રેમીકાએ પ્રેમી સાથે મળી માલિકના 24 લાખની કરી અનોખી રીતે ઠગાઈ

આરોપી કળશ શાહ અને મુકેશ શાહ

મુકેશે પૈસા બહેન વિશાખા શાહ અને માતા મોના શાહના એકાઉન્ટમાં રૂપિયા નખાવી દીધા હતા. ત્યારબાદ આ રૂપિયાથી કારની ખરીદી પણ કરી

અમદાવાદમાં એક યુવતીએ પોતાના મલિક સાથે જ છેતરપિંડી કરી નાખી અને 24 લાખ રૂપિયા ઓનલાઈન નાખી દીધા પરિવારના સભ્યોના ખાતામાં. ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે તેના કંપનીમાં ખોટી એન્ટ્રીઓ કરી 24 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ છે.

ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે, આ કેસમાં આરોપી બીજું કોઈ નહીં પરંતુ કંપનીમાં કામ કરતી એકાઉન્ટન્ટ યુવતી છે અને તેને અન્ય લોકો સાથે મળી આ કૌભાંડ કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી યુવતીએ તેના પ્રેમીએ આપેલા એકાઉન્ટમાં ખોટી રીતે રૂપિયા જમા કરાવી દીધા છે. આરોપી યુવતી કળશ શાહ જે ફરિયાદીની કંપનીમાં કામ કરે છે અને તેણે પ્રેમી મુકેશ શાહ સાથે મળી આ છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઅમદાવાદ: માતા-પિતા માટે શબક સમાન ઘટના! માતા સાથે ચાલતું બાળક વિખૂટું પડ્યું, કારમાંથી મળી લાશ

મુકેશે પૈસા બહેન વિશાખા શાહ અને માતા મોના શાહના એકાઉન્ટમાં રૂપિયા નખાવી દીધા હતા. ત્યારબાદ આ રૂપિયાથી કારની ખરીદી પણ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તે રૂપિયાથી ખરીદી કરેલ કાર પણ કબ્જે કરેલ છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મુકેશ આગાઉ કાપડનો વેપાર પણ કરતો હતો, પરંતુ પેઢી બંધ થઈ જતા તેણે કામ બંધ કરી દીધેલ. આરોપી સામે આગાઉ કારંજમાં એક ગુનો પણ દાખલ થયેલ છે, અને જેમાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમે ધરપકડ કરી વધુ કાર્યાવહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad cyber crime

આગામી સમાચાર