Home /News /ahmedabad /ACBના હાથે ચઢ્યો વધુ એક નિવૃત અધિકારી, મળી કરોડોની અપ્રમાણસર મિલકત

ACBના હાથે ચઢ્યો વધુ એક નિવૃત અધિકારી, મળી કરોડોની અપ્રમાણસર મિલકત

જમીન વિકાસ નિગમ કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય

એસીબીને તેમની કાયદેસરની આવક સામે 84.46 % આવક અપ્રમાણસર મળી આવી હતી. જે હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી મેળવ્યા હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના કૌભાંડમાં વધુ એક પૂર્વ અધિકારીનું નામ સામે આવ્યું છે. તાપી વ્યારા જમીન વિકાસ નિગમ કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી એન્ટી કરપશન બ્યુરોએ 4.12 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.

પૂર્વ મદદનીશ નિયામક સામે ખેત તલાવડી, સિમ તલાવડી, પાણી ના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરાઇ હોવાના 2018માં 14 ગુના દાખલ થયા હતા. કૃષ્ણકુમાર અને પરિવારજનોના બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ બાદ એસીબીને તેમની કાયદેસરની આવક સામે 84.46 % આવક અપ્રમાણસર મળી આવી હતી. જે હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી મેળવ્યા હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઅમદાવાદ: સેલ્સમેન બની હાઈફાઈ બ્રાન્ડના દારૂની Home delivery કરતો બુટલેગર ઝડપાયો

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના અધિકારીઓ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસમાં અત્યાર સુધી એસીબી એ 8 અધિકારીઓની 18.64 કરોડની અપ્રમાન્સર મિલકત શોધી કાઢી તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી પણ કરોડોની મિલકત મળી આવી છે.

એસીબીએ ચાલુ વર્ષમાં કોરોના હોવા છતાં લાંચિયા અધિકરીઓ સામે કાર્યવાહી કરી રહી છે. acbના અધિકારીનું કેહવું છે કે, સામાન્ય રીતે અપ્રમાણસરના કેસોમાં ખુબજ સમય લાગે છે, પરંતુ ઉપરી અધિકારીની સૂચના પ્રમાણે વધુમાં વધુ કેસો થાય અને ગુજરાત ભ્રષ્ટચાર મુક્ત બને તે હેતુથી કાર્યવાહી કરવામાં આવે છે.
First published:

Tags: ACB raid, ACB TREP