Home /News /ahmedabad /Ahmedabad: શા માટે ઇનોવેટ કરવું અને કેવી રીતે કરવું? ભૂતપૂર્વ છાત્રોએ રજુ કર્યા વિચારો
Ahmedabad: શા માટે ઇનોવેટ કરવું અને કેવી રીતે કરવું? ભૂતપૂર્વ છાત્રોએ રજુ કર્યા વિચારો
સમસ્યાના નિરાકરણ અને નવીન વિચારોને જોડી બતાવ્યો નવીનતાનો માર્ગ
અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં ઇનોવેટ બિયોન્ડ ઇન્ફિનિટી ઇવેન્ટની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સેવી સમિટ-ધ ટેક ટોક, સિન્ટિલા 23 પણ યોજાઈ હતી.
Parth Patel, Ahmedabad: અમદાવાદ નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા દર વર્ષે ફ્લેગશિપ ઇવેન્ટ અને SCINTILLA સહિત વિવિધ કાર્યક્રમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. ઈનોવેટ બિયોન્ડ ઇન્ફિનિટી ઇવેન્ટની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ તકનીકી અને બિન-તકનીકી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીચ પેરા ટાઈમ, કરંટ આર્ગ્યુમેન્ટ, આઈઓટેક, સ્ટ્રેટઅપ, વોટ વ્હીલ્સ, સેવી સમિટ, રી-સોલ્વ, ઈલેક્ટ્રોબાઈટ્સ અને શોક એક્સ્પોનું આયોજન કરાયું હતું.
આ સાથે સેવી સમિટ-ધ ટેક ટોક, સિન્ટિલા 23 પણ યોજાઈ હતી. આ સેવી સમિટના વક્તા તરીકે ઇન્ડક્ટોથર્મ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નૈષધ પારેખ, અદાણી પાવર લિમિટેડના ભૂતપૂર્વ વીપી ઉદય ત્રિવેદી, જૂનાગઢના DDO મિરાંત પરિખ, NeerX, ફોર્બ્સ 30, અંડર 30ના સહ-સ્થાપક હર્ષ અગ્રવાલ અને સ્કલ્પ 3D ના સ્થાપક પ્રણવ પાંડે હાજર રહ્યા હતા.
કોણે ક્યાં વિષય ઉપર વાત કરી
નૈષધ પારેખે ભઠ્ઠી ઉદ્યોગોમાં નવીનતાઓ અને કેવી રીતે ઇન્ડક્ટોથર્મ જૂથ ભઠ્ઠી ઉદ્યોગોમાં વિશ્વમાં બીજા નંબરે બને તેના પર વાત કરી હતી. જ્યારે ઉદય ત્રિવેદીએ ઈનોવેશનની પ્રક્રિયા અને તેના સ્તંભો સહિતની ક્રિયા-પ્રતિક્રિયા, તપાસ, સંડોવણી, સૂઝ, ઈરાદા સાથે ઇનોવેશનના ક્ષેત્ર એટલે કે ફાઇનાન્સ, ડિફેન્સ, હેલ્થ અને મેનેજમેન્ટ વિશે જણાવ્યું હતું. તથા નવીનતમ પાવર સિસ્ટમની સમસ્યાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
કેવી રીતે નવીનતા કરેવી?
પ્રણવ પાંડે જણાવ્યું હતું કે, શા માટે અને કેવી રીતે નવીનતા કરવી? નવીનતાનો જવાબ સમસ્યાનું નિરાકરણ અને પીડિત લોકો સાથે સહાનુભૂતિ દર્શાવવાનો છે. અને નવીન વિચારોને જોડવાનો છે. બહુવિધ નાના સંશોધનોના એકીકરણમાં છે અને મિશનને હાંસલ કરવા માટે લોકોનો ટેકો છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.