Fake Canadian Visa Scam: ATSએ નવા નરોડા ખાતેથી નકલી વિઝા બનાવી આપનાર ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. બાતમીના આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એર વે હોલિડેઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલ નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Visa Scam: ATSએ નવા નરોડા ખાતેથી નકલી વિઝા બનાવી આપનાર ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. ચાર આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. મહત્વનું છે કે આરોપીઓ 20થી 22 લાખ લઈને કેનેડાના નકલી વિઝા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એર વે હોલિડેઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલ નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નકલી વિઝા બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ
ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓ વિદેશ જવા માટે નકલી વિઝા બનાવી આપી કૌભાંડ ચલાવતા હતા. મળતી વિગતો પ્રમાણે તેઓ વિદેશ જવા માટેના નકલી વિઝા બનાવી આપવા માટે ગ્રાહકો પાસેથી 20થી 22 લાખ રૂપિયા પડાવતા હતા. આરોપીઓ પાસેથી આવા નકલી પાંચ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વીઝા હતા. આ બાબતે કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતા ઉપરોક્ત પાંચેય પાસપોર્ટ ધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ કરવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું હતું.
વિગતો પ્રણાણે મુખ્ય આરોપી નિલેશ પંડ્યા અગાઉ બનાવટી ચાલણી નોટ, નકલી વિઝા અને નકલી પાસપોર્ટ બનાવવાના ગુન્હામાં જેલમાં જઈ આવ્યો છે. આરોપીઓ વિઝા ધારકની એપ્લિકેશન રદ્દ થઇ હોવા છતા ગ્રાહકના મેઈલ આઈડી પર વિઝા અપૃવ થયાનો બનાવટી મેઈલ મોકલી આપવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીએ કેનેડાના વિઝાના નકલી સ્ટીકર પાસપોર્ટમાં ચોંટાડયા હતા. આમ આ ટોળકી કલાયન્ટ સાથે છેતરપીંડી આચરી લાખો રૂપિયા લઈ લેતા હતા અને પોતાના નકલી વિઝાનો કારોબાર ચલાવતા હતા.
મુખ્ય આરોપી વિરૂદ્ધ રાજસ્થાનમાં પણ ફરિયાદો
આ ઉપરાંત પીયુષ પટેલ સામે પણ રાજસ્થાનમાં નકલી વિઝાનો ગુન્હો નોંધાયેલો છે. પોલીસે હાલ આ આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે પરંતુ આ લોકો આ સ્ટીકર ક્યાં બનાવતા હતા અને બીજા કેટલા લોકો સાથે આવું કરી ચૂક્યા છ? તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, તપાસ બાદ અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે, મુખ્ય આરોપી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનમાં પણ આ પ્રકારના ગુનાઓનો ઈતિહાસ ધરાવે છે.