Raghuvir School Student Found: અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરની રઘુવીર સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ-9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મળી ગયો છે. શનિવારે મોડી રાત્રે વિદ્યાર્થી કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી ગયો છે. પરિવારે દીકરો મળી જતા રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદઃ શહેરના ઠક્કરબાપા નગર સ્કૂલમાંથી ગુમ થયેલો વિદ્યાર્થી આખરે મળી ગયો છે. આ વિદ્યાર્થી શહેરના રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. પોતાનો દીકરો હેમખેમ મળી જતા પરિવારને રાહનો શ્વાસ અનુભવ્યો છે. ગુમે થયેલો વિદ્યાર્થી શનિવારે રાત્રે મળી આવ્યો છે. વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની હતી જેમાં સામે આવેલા CCTV કેમેરાના દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે તે સ્કૂલના ગેટ પાસે બેઠો હતો અને અચાનક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળક ગુમ થવાના મામલે વાલીઓ શાળા પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જે બાદ બાળકને શોધી કાઢવા માટે શહેર પોલીસ દ્વારા તેજ ગતિવિધિ કરવામાં આવી હતી.
શનિવારે મોડી રાત્રે મળ્યો વિદ્યાર્થી
ઠક્કરબાપાની સ્કૂલમાંથી ગાયબ થયેલો વિદ્યાર્થી આખરે શનિવારે મોડી રાત્રે કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. બાળક ગુમ થવાના મામલે હોબાળો થતા પોલીસ દ્વારા બે ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી હતી. રઘુવીર સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળામાંથી ભાગી ગયો હતો. જે બાદ તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.
હવે આ વિદ્યાર્થી શા માટે શાળામાંથી ભાગી ગયો હતો અને તેને સ્કૂલમાં કોઈ શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવ્યો તો કે કેમ તે દિશામાં તપાસ થઈ શકે છે. જે રીતે વિદ્યાર્થી સ્કૂલમાંથી ભાગી ગયો હતો તેના CCTV કેમેરાના દ્રશ્યો સામે આવ્યા બાદ સ્કૂલમાં બાળકોની સુરક્ષાને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા હતા અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા હતા.
જોકે, હવે પોતાનો દીકરો મળી જતા તેના માતા-પિતા સહિત પરિવાર અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે એ મામલે તપાસ કરવામાં આવશે કે વિદ્યાર્થી કયા કારણોથી ભાગી ગયો હતો.