હત્યાના ગુનામાં જેલમાં બંધ પુત્રીની કેદી માતા બની પરિક્ષાર્થી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
હત્યાના ગુનામાં જેલમાં બંધ પુત્રીની કેદી માતા બની પરિક્ષાર્થી
રાજકોટઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આજથી ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવાનુ શરૂ કરાયુ છે. ત્યારે સૌરાષ્ટ્રભરની જેલના કેદીઓ પરીક્ષા આપે તે હેતુથી રાજકોટ જિલ્લા જેલ ખાતે એક કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રભરની જુદી જુદી જેલમાંથી 46 કેદી ભાઈઓ બહેનોએ પરીક્ષા આપી હતી. તો સાથો સાથ જિલ્લા વહિવટી તંત્ર અને જેલ પ્રશાસન દ્વારા પણ તેના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

kedi pariksa rjk1
આજે શરૂ થયેલ પરીક્ષામાં પોરબંદરની એક મહિલા કેદી કાજલ બેન કે જે પોતે 302ના ગુનામાં સજા કાપી રહ્યા છે. તેઓએ પોતાની નાનકડી દિકરીને સાથે રાખી પોરબંદરથી રાજકોટ જેલમાં પરીક્ષા આપવા આવી પહોચ્યા હતા.
જેલમાં પણ ઘણા એવા કેદીઓ હોઈ છે કે જેઓ પોતે કરેલ કૃત્ય અંગે પ્રાયશ્ચીતની ભાવના સેવતા હોય છે. તો સાથો સાથ તેઓ પોતાની કારકિર્દી અંગે પણ સભાન હોઈ છે. ત્યારે આજથી શરૂ થયેલ ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનુ એક કેન્દ્ર રાજકોટ જિલ્લા જેલમાં પણ રાખવામાં આવ્યુ છે.
આ પ્રકારે તમામ કેદી ભાઈઓ અને બહેનો પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર બને તો આવાનાર દિવસોમાં જેલમાંથી નિકળનાર દરેક કેદીભાઈઓ બહેનોના હાથમાં એક ઉતમ પ્રકારની નોકરી હોઈ જેથી તે પોતે પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.
 
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर