ગુપ્તચર એજન્સીઓનું એલર્ટ,26મી જાન્યુઆરીએ થઇ શકે છે આતંકી હુમલો

VINOD LEUVA | News18.com
Updated: January 18, 2017, 6:00 PM IST
ગુપ્તચર એજન્સીઓનું એલર્ટ,26મી જાન્યુઆરીએ થઇ શકે છે આતંકી હુમલો
નવી દિલ્હીઃ26 જાન્યુઆરીએ આતંકી હુમલો થઇ શકે છે. ગુપ્તચર એજન્સીઓથી મળેલા ઇનફુટ બાદ દેશમાં એરપોર્ટ સહિતના સ્થળોએ એલર્ટ જાહેર કરી દેવાયું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આતંકીઓ પોલીસ અને આર્મીની વર્ધીમાં હુમલો કરી શકે છે. આ સાથે જ ટ્રક બોર્ડરના રસ્તેથી દિલ્હીમાં ઘુસી ફ્રાંસમાં કરાયો તેવો હુમલો કરી શકે છે.
VINOD LEUVA | News18.com
Updated: January 18, 2017, 6:00 PM IST
નવી દિલ્હીઃ26 જાન્યુઆરીએ આતંકી હુમલો થઇ શકે છે. ગુપ્તચર એજન્સીઓથી મળેલા ઇનફુટ બાદ દેશમાં એરપોર્ટ સહિતના સ્થળોએ એલર્ટ જાહેર કરી દેવાયું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આતંકીઓ પોલીસ અને આર્મીની વર્ધીમાં હુમલો કરી શકે છે. આ સાથે જ ટ્રક બોર્ડરના રસ્તેથી દિલ્હીમાં ઘુસી ફ્રાંસમાં કરાયો તેવો હુમલો કરી શકે છે.
જેને ધ્યાને લઇને આઉટર દિલ્હી, ઇસ્ટ દિલ્હી, નોર્થ દિલ્હી અને શાહદરા ડિસ્ટ્રીક્ટમાં જે પણ વાહન યમુના પાર કરી દિલ્હી તરફ જાય છે તેની સઘન તપાસના આદેશ અપાયા છે. સાથે જ આદેશ અપાયા છે કે મંત્રાલયો અને સચિવાલયોમાં થી ચોરાયેલા વાહનોની પુરી જાણકારી જવાનોને આપવામાં આવે. આ સાથે 26મીએ ડ્યુટી પર તૈનાત રહેનારા બધા પોલીસકર્મીઓનું વેરિફિકેશન કરવું પણ જરૂરી છે.
સંદિગ્ધ લોકો કોઇ પણ કેમિકલનો ઉપયોગ કરી શકે છે એટલા માટે કેમિકલની દુકાનોના માલિકોને પણ સતર્ક રહેવાનું કહેવાયું છે. તેમને કહેવાયું છે કે કોઇ પણ કેમિકલ લેવા આવે તેની તમામ જાણકારી રાખવી. આ સાથે 9 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर