Home /News /ahmedabad /ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! 300 કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર! 300 કરોડનું ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

ગુજરાત બન્યું ડ્રગ્સનું કોરિડોર!

કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ રવિવારે મોટી કાર્યવાહી કરી હતી. તેણે દરિયાઈ માર્ગે દેશમાં ઘૂસણખોરી કરી રહેલા 10 પાકિસ્તાનીઓને પકડ્યા હતા. કોસ્ટગાર્ડ અને ATSએ 300 કરોડની કિંમતના ડ્રગ્સ અને હથિયારો સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ અને 120 રાઉન્ડ મળી આવ્યા છે.

વધુ જુઓ ...
ઓખા: ભારતીય દરિયાઈ પટ્ટી જાણે નશીલા પદાર્થો અને હથિયાર, ગોળા બારૂદ માટે કોરિડોર બની ગયો હોય તેવી રીતે વખતો વખત મોટી માત્રામાં નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ઓખાના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ સહિત હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, 25 અને 26 ડિસેમ્બરની રાત્રે આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને પાકિસ્તાની જળ સીમા નજીક ભારતી દરિયાઈ સીમામાં પાકિસ્તાનની અલ સોહેલી નામની બોટમાં જોવા મળી હતી. આ બોટ શંકાસ્પદ લાગતાં બન્ને દળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇકઃ જાહેરમાં ડ્રગ્સ વેચતો પેડલર્સ ઝડપાયો

આ પાકિસ્તાની બોટમાંથી હથિયાર, દારૂ ગોળા સહિત 40 કિલો જેટલું 300 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત, બોટમાં સવાર 10 કૃ મેમ્બરને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ, ઝડપી પાડવામાં આવેલા 10 પાકિસ્તાનીઓને ઓખા બંદર લઈ જવામાં આવશે આ બાદ વધુ તપાસ હાછ ધરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 મહિનામાં કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું આ 7મું સંયુક્ત ઓપરેશન છે. આ સમયગાળામાં 346 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. જેની અંદાજિત કિંમત 1930 કરોડ જેટલી નોંધવામાં આવી છે. આ સાથે જ, આ સમયગાળામાં 44 પાકિસ્તાની અને 7 ઈરાની આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.
First published:

Tags: Drugs Case, Drugs Seized, Dwarka Drugs Case