શીલાબેન મોદીના સ્મૃતિરૂપે કેડિલા ફાર્મા દ્વારા સનાતન ધર્મ ટેમ્પલ બનાવ્યું
ધોળકામાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા અદ્ભુત સનાતન ધર્મનું મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળ સાથે પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આવેલા ધોળકામાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા સનાતન ધર્મ ટેમ્પલ તીર્થ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સનાતન ધર્મ ટેમ્પલમાં શિવશક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
શીલાબેન મોદીના સ્મૃતિરૂપે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સનાતન ધર્મ ટેમ્પલ બનાવવામાં આવ્યું
શીલાબેન મોદીના સ્મૃતિરૂપે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આ સનાતન ધર્મ ટેમ્પલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સાથે તેમના પતિ કેડિલા ફાર્માસ્યુ ટિકલ્સના સ્થાપક ઈન્દ્રવદન મોદી પણ તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવતા રહ્યા છે. જ્યારે શીલાબેનની વાત કરીએતો તે કંપનીના પ્રથમ કર્મચારી હતા અને તેઓ ત્યાં પ્રોડક્ટ્સ ધોવાનું તથા ટેબલ પર પ્રોડક્ટ્સ ગોઠવવાનું કામ કરતા હતા.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે શીલાબેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોના કારણે ઘણી વખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી. પરંતુ તે પ્રાર્થના કરતા હતા અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતા હતા. આ ટેમ્પલ તીર્થ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરાયું છે.
84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ અને 8 દિગ્પાળ સાથે પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવ્યું
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાન વિધી પણ યોજાઈ. તેમજ આ સ્થળે 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ સાથે 8 દિશામાં 8 દિગ્પાળનો જીવંત અનુભવ પૂરો પાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલ છે.
હસ્તકલાથી નિર્માણ પામેલું અને હાથ ઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ, શાંતિવન અને જુદા જુદા ધર્મોના શ્લોકો, ઉપદેશો તથા મંત્રો ધરાવતું આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પરંપરાગત નાગરા શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. આ મંદિર શિવ, શક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની આ ભૂમિનું પવિત્ર સ્થાન તરીકે નિર્માણ કરાયું છે.
અહીંયા ભારતની પવિત્ર 7 નદીના પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળનો પ્રદક્ષિણા પથ એક જ સ્થળે સમગ્ર દેશનાં પવિત્ર મંદિરો, નદીઓ અને દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની યાદ અપાવે તે રીતે તૈયાર કરાયો છે. આમ આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.