Home /News /ahmedabad /Teesta Setalvad: તિસ્તા સેતલવાડ અને પૂર્વ શ્રીકુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા, 14 દિવસના રિમાન્ડ માગ્યા

Teesta Setalvad: તિસ્તા સેતલવાડ અને પૂર્વ શ્રીકુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા, 14 દિવસના રિમાન્ડ માગ્યા

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS આરબી શ્રીકુમારને આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટના રૂમ નંબર 22માં હાજર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે ગુજરાત એટીએસએ મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી હતી અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને હાલ અમદાવાદમાં લાવવામાં આવી છે. બીજી તરફ આર.બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં થઇ હતી અને જે બાદ ધરપકડ કરી લેવામા આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત એટીએસ (Gujarat ATS) એ ગુજરાતમાં થયેલા રમખાણોના (Gujarat Riots 2002) કેસમાં શનિવારે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime branch) લાવવામાં આવી હતી. જે બાદ તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસમાં આર બી શ્રીકુમાર (RB Shrikumar)ની પૂછપરછ બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે મેટ્રો કોર્ટમાં બંનેને લઇ જવાયા હતા. જ્યાં ક્રાંઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) તેમને તપાસમાં સહાકાર નથી આપતા.

આ કેસમાં પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt) એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરી (zakia jafri)ની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવા શરુ કર્યા છે.



જણાવી દઈએ કે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS આરબી શ્રીકુમારને આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટના રૂમ નંબર 22માં હાજર કરવામાં આવ્યા છે. શનિવારે અટકાયત કરાયેલી તિસ્તા સેતલવાડને લઈને ગુજરાત ATS આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચી હતી. આ પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- PM મોદીએ મહેસાણાની દીકરીના કર્યા વખાણ

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલિકે કહ્યું કે 24 જૂન 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ચુકાદાના આધારે અમે એફઆઈઆર નોંધી છે. તેમણે કહ્યું કે તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્રીજા આરોપી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પદનો દુરુપયોગ કરીને આ કેસમાં ખોટા દસ્તાવેજો અને ખોટા રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ સંદર્ભે ગુજરાત એટીએસએ મુંબઈ ખાતેથી સેતલવાડની અટકાયત કરી હતી અને ટ્રાન્સફર વોરંટના આધારે તેને હાલ અમદાવાદમાં લાવવામાં આવી છે. બીજી તરફ આર.બી શ્રીકુમારની પૂછપરછ અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં થઇ હતી અને જે બાદ ધરપકડ કરી લેવામા આવી છે. સંજીવ ભટ્ટ એક અન્ય કેસમાં જેલમાં હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- વિદેશ નહીં ગુજરાતના દરિયમાં ગેલ કરી રહી છે ડોલ્ફિન, જુઓ અદભૂત Video

જણાવી દઇએ કે, આજે જ્યાકે તિસ્તા સેતલવાડ અમે શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે ક્રાંઇમ બ્રાંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તિસ્તા સેતલવાડ અધિકારીઓને તપાસમાં સહકાર આપતા નથી. જે બાદ બંનેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.

તિસ્તાએ શું કર્યું હતું?

CJP સંસ્થાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય સરકારી અધિકારીઓ વિરુદ્ધ 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકા માટે ગુનાહિત કેસ કરવાની માંગ કરી હતી. આ અંગે ભાજપનું કહેવું હતુ કે, તિસ્તાનું સંગઠન PM મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ દ્વારા મેનેજ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 24 જૂન, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મામલે વડાપ્રધાન મોદીને આપવામાં આવેલી SITની ક્લીનચીટને યથાવત રાખવા સાથે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપયોગ કર્યો છે.

તેની સામે આરોપ પણ છે કે, તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદે 2007 થી 2014 સુધી મોટા પાયે ફંડ કલેક્શન કેમ્પેઈન શરૂ કરીને હિંસા પીડિતોના નામે 6 થી 7 કરોડ રૂપિયા સુધીના રકમ ઉઘરાવીને મોટું કૌભાંડ આચર્યું છે. આ દાનની રકમ માટે તેમણે પોતાની એક પત્રિકામાં જાહેરખબર આપી અને અનેક મ્યૂઝીકલ અને આર્ટિસ્ટિક ઈવેન્ટનું આયોજન કરીને પૈસા બનાવ્યા હતા.
First published:

Tags: 2002 Riots, 2002 ગુજરાત રમખાણો, Ahmedabad news, Gujarati news