Home /News /ahmedabad /

Gujarat Riots: તિસ્તા ગેંગ અને કોંગ્રેસે શરમ નેવે મુકી ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું: જીતુ વાઘાણી

Gujarat Riots: તિસ્તા ગેંગ અને કોંગ્રેસે શરમ નેવે મુકી ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું: જીતુ વાઘાણી

ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, તિસ્તા ગેંગ અને કોંગ્રેસે પીએમ મોદી અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યુ હતું.

    ગુજરાત રમખાણો (gujarat riots)મામલે ગુજરાત સરકાર (Gujarat Government)ને અસ્થિર કરવા માટેના ષડયંત્રમાં એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ (Teesta setalvad) સામેલ હોવાનો આક્ષેપ ગુજરાત પોલીસે (Gujarat Police) કર્યો છે. ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને એકવાર 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા SITએ આ જણાવ્યું હતું. જેના પગલે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

    હવે આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, તિસ્તા ગેંગ અને કોંગ્રેસે શરમ નેવે મુકી દીધી છે. ભાજપને બદનામ કરવા 30 લાખ રુપિયાનો હપ્તો આપ્યો હતો. SCના જજમેન્ટના આધારે રાજ્ય સરકારે જે SIT રચી છે તેને જ પોતાના સોગંધનામામાં આ વાત જણાવી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસે શરમ નેવે મુકી કાવતરુ ઘડ્યું હતું.

    ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, તિસ્તા ગેંગ અને કોંગ્રેસે પીએમ મોદી અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યુ હતું. એસીઆઇટીના સોગંદનામામાં કરોડો રુપિયાની લેતીદેતીનો ખુલાસો થયો છે. 2002 માં થયેલ રમખાણો વખતે કેટલાક વિઘ્નસંતોષીઓએ મુખ્યમંત્રીને બદનામ કરવા પ્રયત્નો કર્યા હતા. સુપ્રિમનકોર્ટે નોંધ્યું કે તથ્યો અને પુરાવા ખોટા રજૂ કર્યા છે. ષડયંત્ર કરનાર સામે પગલાં ભરવા sit ની રચના કરવામાં આવી હતી. તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા તીસ્તા સેતલવાડની ગેંગ અને કોંગ્રેસના લોકો નાક અને શરમ નેવે મૂકી દીધી હતી. કોંગ્રેસના 30 લાખ રૂ. જેટલી રકમનો હપ્તો બદનામ કરવા માટે આપ્યો હતો.

    આ પણ વાંચો- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વરિષ્‍ઠ વડિલો માટેની શ્રવણતીર્થ દર્શન યોજનામાં મોટો ફેરફાર

    કોંગ્રેસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

    કોંગ્રેસના નેતા જયરામ રમેશે નિવેદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલ પર લાગેલા આરોપોને નકારે છે. રાજકીય બદલો લેવાનું મશીન રાજકીય વિરોધીઓને પણ છોડતું નથી. જે વ્યક્તિ આ દુનિયામાં નથી અને અસત્યનું ખંડન ન કરી શકે એવા લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    આ પણ વાંચો-ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા એ તારાજી સર્જી

    સાક્ષીના નિવેદનો ટાંકીને SITએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, આ ષડયંત્ર દિવંગત અહેમદ પટેલના ઈશારે રચવામાં આવ્યું હતું. SITએ આરોપ લગાવ્યો છે કે, સેતલવાડને 2002ના ગુજરાત રમખાણો પછી અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા મળ્યા હતા. SITએ વધુમાં દાવો કર્યો હતો કે, તિસ્તા સેતલવાડ ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન ભાજપ સરકારના વરિષ્ઠ નેતાઓને ફસાવવા માટે દિલ્હીમાં કેન્દ્રમાં સત્તામાં રહેલી એક પ્રમુખ રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓને મળતી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2002 ગુજરાત રમખાણો, Gujarati news, Jituvaghani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन